વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના કાશીના પ્રવાસે છે. પીએમએ ભાજપ શાસિત ૧૨ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી. જેમાં સરકારની નીતીઓ, યોજનાઓના પ્રચાર-પ્રસાર, અગામી વિધાનસભા ચૂંટણી, લોકો સાથેનું જોડાણ જેવા તમામ મુદ્દાઓ પર વિગતે ચર્ચા કરવામાં આવી હતી. નક્કી કાર્યક્રમ મુજબ પીએમ મોદી હવે સ્વર્વેદ મહામંદિર ધામ જશે. અહીં પીએમ વિહંગમ યોગના વાર્ષિકોત્સવને સંબોધિત કરશે.
વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રીઓને કહ્યું કે કાશીના વિકાસનું મોડલ જોવો અને તેને પોતાના ત્યાં અપનાવો. પોતાના રાજ્યોમાં તેનો પ્રચાર-પ્રસાર પણ કરો. કાશી અને અયોધ્યાને ધાર્મિક પર્યટન સ્થળ તરીકે વિકસાવવા આગળ આવો. જુના શહેરના મુળ સ્વરૂપને યથાવત રાખીને તેમાં સુવિધાઓ કઈ રીતે વધારી શકાય તેની પર ધ્યાન આપવામાં આવે.
પીએમએ બેઠકમાં મુખ્યમંત્રીઓને કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન બાબતે સતર્ક રહેવા ટકોર કરી છે.સબકા સાથ-સબકા વિકાસના સપનાને વાસ્તવિક રૂપ આપવા પણ ખટકો રાખવા કહ્યું હતું. નીતીઓ અને યોજનાઓના પ્રચાર-પ્રસારમાં કચશ ન રાખવા કહ્યું. દરેક જોમાં વિવિધ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચે તેનો ખ્યાલ રાખવા કહેવામાં આવ્યું. વિકાસ યુક્ત અને ભષ્ટÙાચાર મુક્ત નીતી પર કામ કરવાની વાત કરી. મોદીએ આ પ્રસંગે યોગી સરકારની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે કોઈ પણ કામ મનથી કરવામાં આવે તો તેને પુરુ થતા કોઈ ન રોકી શકે.
વારાણસીના બીએલડબ્લ્યુમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ, ભાજપ અધ્યક્ષ અને વડાપ્રધાનની બેઠક થઈ હતી.જેમાં ઉત્તરપ્રદેશ, આસામ, અરુણાચલપ્રદેશ, ગોવા, ગજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મણિપુર, ત્રિતપુરા અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી ની સાથે બિહાર અને નાગાલેન્ડના નાયબ મુખ્યમંત્રીઓ પણ સામેલ થયા હતા. વારાણસીમાં મોદીની આ મીટિંગના એજન્ડાને જોહેર કરવામાં આવ્યો નહોતો. જોકે તેનો એજન્ડા પાંચ રાજ્યોમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીને લઈને પાર્ટીની રણનીતી હોવાની વાત વહેતી થઈ હતી. આ સિવાય ભાજપની સરકારવાળા રાજ્યોમાં ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ્‌સના પ્રોગ્રેસ પર પણ ચર્ચા થઈ હતી