ભારતે આર્યલેન્ડને સાત વિકેટથી હરાવીને ભવ્ય વિડય હાંસિલ કર્યો હતો, આ મેચ દરમિયાન હાર્દિક પંડયાએ કમાલ કરી બતાવ્યું છે, રવિવારના રોજ રમાયેલી આયર્લેન્ડ સામેની પ્રથમ ટી ૨૦ મેચ વરસાદને કારણે ખોરવાઈ ગઈ હતી. આ મેચ ટીમ ઈન્ડિયા માટે ખાસ હતી, કારણ કે હાર્દિક પંડ્યા પહેલીવાર ભારતીય ટીમની કમાન સંભાળી રહ્યો હતો. આ પ્રસંગે હાર્દિકે એક ઇતિહાસ કિર્તિમાન કર્યો હતો
પહેલા કેપ્ટન તરીકે ડેબ્યૂમાં ટોસ જીત્યો બાદ બોલિંગમાં શાનદાર રેકોર્ડ બનાવ્યો. હાર્દિક પંડ્યાએ તેની પહેલી જ ઓવરમાં પોલ સ્ટ‹લગની વિકેટ લીધી હતી. તે ટી ૨૦ ક્રિકેટમાં કોઈપણ વિકેટ લેનાર પ્રથમ કેપ્ટન બની ગયો છે.હાર્દિક પંડ્યા ટી૨૦ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરનાર નવમો ખેલાડી છે. તેના પહેલા જેટલા પણ કેપ્ટનો ટીમની કમાન સંભાળી ચૂક્યા છે, તે સુકાની તરીકે ટી ૨૦ ક્રિકેટમાં એકપણ વિકેટ લઈ શક્યા નથી. આ મેચમાં હાર્દિક પંડ્યાએ ૨ ઓવર ફેંકી હતી અને ૨૬ રન આપીને એક વિકેટ લીધી હતી.
ટી ૨૦ ક્રિકેટમાં ભારતના કેપ્ટનોની યાદી ૧. વિરેન્દ્ર સેહવાગ,૨. એમએસ ધોની,૩. સુરેશ રૈના,૪. અજિંક્ય રહાણે,૫. વિરાટ કોહલી,૬. રોહિત શર્મા,૭. શિખર ધવન,૮. ઋષભ પંત,૯. હાર્દિક પંડ્યા
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગુજરાત ટાઈટન્સની કમાન સંભાળનાર હાર્દિક પંડ્યાએ પોતાની કેપ્ટનશીપની શરૂઆત જ અજાયબીઓ કરી હતી. હાર્દિકના નેતૃત્વમાં ગુજરાત ટાઇટન્સે આઇપીએલ ૨૦૨૨નો ખિતાબ જીત્યો હતો. તેને આનો પુરસ્કાર મળ્યો અને સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં આયર્લેન્ડ શ્રેણીની કમાન તેને સોંપવામાં આવી.