ચિલીના ધારાસભ્યોએ સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવવાના બિલની તરફેણમાં ભારે મતદાન કર્યું છે. રૂઢિચુસ્ત લેટિન અમેરિકન દેશમાં સમાનતા માટે કાયદાને “એક પગલું આગળ” કહેવામાં આવી રહ્યું છે.
સેનેટ અને નીચલા ગૃહ બંનેએ બિલની તરફેણમાં ભારે મતદાન કર્યું છે.બિલ પસાર થવાને અધિકાર જૂથો, સમલૈંગિક અધિકારોના હિમાયતીઓ અને સમલૈંગિક યુગલો દ્વારા બિરદાવવામાં આવ્યું હતું. સંસદની બહાર ઊભેલા રેમન લોપેઝે કહ્યું કે તેઓ કાયદો પસાર થવાની રાહ જાઈ રહ્યા છે જેથી કરીને તેઓ તેમના ૨૧ વર્ષના જીવનસાથી સાથે લગ્ન કરી શકે.
“તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક વ્યક્તિ તરીકે હું ખરેખર સન્માનિત અનુભવું છું. તે દરવાજા ખોલે છે અને તે તમામ પૂર્વગ્રહોને તોડી નાખે છે,” લોપેઝે કહ્યું. મતદાન પછી, ચિલીના સામાજિક વિકાસ મંત્રી, કાર્લા રુબિલરે કહ્યું કે તે “ન્યાયની દ્રષ્ટિએ, સમાનતાની દ્રષ્ટિએ અને પ્રેમને પ્રેમ છે તે માન્યતાની દ્રષ્ટિએ વધુ એક પગલું છે.”
આનો અર્થ એ પણ છે કે બાળકો સાથે સમલિંગી યુગલોને સંપૂર્ણ કાનૂની માન્યતા પ્રાપ્ત થશે. બિલ પસાર થવા સાથે, ચિલી લેટિન અમેરિકામાં સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવતા ૨૦ થી વધુ દેશોમાં જાડાઈ છે, જેમાં આર્જેન્ટિના, બ્રાઝિલ, કોલંબિયા, કોસ્ટા રિકા અને ઉરુગ્વેનો સમાવેશ થાય છે.
૧૯ ડિસેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ચિલીએ મહત્વનો નિર્ણય લેવાનો છે. ચિલીના લોકો પ્રગતિશીલ ઉમેદવાર ગેબ્રિયલ બોરિક અને સામાજિક રૂઢિચુસ્ત જાસ એન્ટોનિયો કાસ્ટ વચ્ચે પસંદગી કરશે.રૂઢિચુસ્ત મૂલ્યો રાખવા માટે લાંબા સમયથી પ્રતિષ્ઠા હોવા છતાં, મોટાભાગના ચિલીના લોકો સમલૈંગિક લગ્નના અધિકારોને સમર્થન આપે છે.