સાવરકુંડલા તાલુકાના આંબરડી(જાગી)ગામે ચાલી રહેલ શિવકથામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા. શિવકથામાં ભગવાન ભોળાનાથનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આખુ ગામ શિવમય બની ગયુ હતુ. ધાર્મિક કાર્યક્રમમાં ગાય માટે મોટા પ્રમાણમાં દાનની સરવાણી વહી હતી. કથાકારે પણ ગ્રામજનોના ભારોભાર વખાણ કર્યા હતા.