સાવરકુંડલા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નૂતનવર્ષ નિમિતે વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી અને ધારાસભ્ય પ્રતાપ દુધાતના અધ્યક્ષસ્થાને આજે સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નવા વર્ષે પાર્ટીને મજબૂત કરી આવનાર વિધાનસભાની ચૂંટણી માટે તમામ કાર્યકર્તાઓને તૈયાર રહેવા વિરોધપક્ષના નેતા ધાનાણીએ આહવાન કર્યું હતું. પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ કાર્યકર્તાઓ સાથે ટેલિફોનિક વાત કરી નવા વર્ષની શુભેચ્છા પાઠવી બુથ મજબૂત કરવા જણાવ્યું હતું. આ સ્નેહમિલન કાર્યક્રમમાં વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણી, ધારાસભ્ય પ્રતાપ દુધાત, બાબુદાદા, વલ્લભભાઈ ઝીંઝુવાડીયા, ચંદ્રેશભાઈ રવાણી, હરીબાપા સગર, મનુભાઈ ડાવરા, હાર્દિકભાઈ કાનાણી, દાનુબાપુ ખુમાણ, કિરીટભાઈ દવે, મહેશભાઈ જયાણી, હસુભાઈ સૂચક, નાસીરભાઈ ચૌહાણ, અશોકભાઈ ખુમાણ, હસુભાઈ બગડા સહિત શહેર-તાલુકા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો હાજર રહ્યા હતા.