સાવરકુંડલા શહેરમાં અંદાજે વીસ વર્ષ કરતા પણ વધુ સમય પહેલા હાથસણી રોડ ખાતે પોસ્ટ ઓફિસ માટે જમીન ફાળવવામાં આવી હતી. ત્યારે હાલ વર્ષો બાદ આ જગ્યા પર નવી પોસ્ટ ઓફિસ ઈમારતનું નિર્માણ કાર્ય ચાલુ થતા શહેરની જનતા માટે એક નવી બ્રાંચ પોસ્ટ ઓફિસની સુવિધા ટૂંક સમયમાં જ પ્રાપ્ત થશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. હાલ આ બ્રાંચ પોસ્ટ ઓફિસનું ચણતર કામ પૂર્ણ થવામાં છે.