અમરેલી જિલ્લામાં આપઘાતની બે ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી. સાવરકુંડલામાં ઘરકામ મુદ્દે માતાએ ઠપકો આપતાં પુત્રીએ, વડિયામાં માનસિક ટેન્શનમાં યુવકે આયખું ટૂંકાવ્યું હતું. સાવરકુંડલામાં રહેતી એક યુવતીને તેની માતાએ વાસણ માંજવા મુદ્દે ઠપકો આપ્યો હતો. જેને લઈ તેને સારું નહોતું લાગ્યું અને પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ અંગે નયનાબેન ભીખુભાઈ ચૌહાણ (ઉ.વ.૪૫)એ જાહેર કર્યા મુજબ, તેમણે પુત્રીને ઘરકામ તેમજ વાસણ માંજવા મુદ્દે ઠપકો આપતાં સારું નહોતું લાગ્યું અને રૂમમાં પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. જેના કારણે તેનું મોત થયું હતું. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ માધવજીભાઈ લક્ષ્મણભાઈ વધુ તપાસ કરી રહ્યા છે. વડિયામાં રહેતા પિન્ટુભાઈ દિનેશભાઈ અઘેરા (ઉ.વ.૩૦)એ જાહેર કર્યા મુજબ, મનોજભાઈ દિનેશભાઈ અઘેરા (ઉ.વ.૩૫) સતત ટેન્શનમાં રહેતા હતા. જેના કારણે પોતાના ઘરે પંખાના હૂકમાં સાડી બાંધી ગળાફાંસો ખાતા મરણ પામ્યા હતા. યુવકના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. વડિયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.બી.મારૂ વધુ તપાસ કરી રહ્યા છે.