સારા અલી ખાન અપકમિંગ ફિલ્મ અતરંગી રેને લઈને ખૂબ ઉત્સાહમાં છે. સારા અલી ખાન વિવિધ સ્થળે જઈને ફિલ્મનું પ્રમોશન કરી રહી છે. ફિલ્મનું ગીત ‘ચકાચક’ ખૂબ પોપ્યુલર થઈ રહ્યું છે. ફેન્સ ઉપરાંત સેલિબ્રિટીઝ પણ આ ગીત પર રીલ્સ બનાવી રહ્યા છે. સારા પણ ફેન્સના જે રીલ્સ સારા લાગે તેને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરતી લાગે છે. હાલમાં જ સારા ફિલ્મના પ્રમોશન માટે કરણ જાહરના ટાક શો ‘કોફી વિથ કરણ’માં કો-એક્ટર ધનુષ સાથે પહોંચી હતી. આ દરમિયાન સારાએ કરણને એવી વાત કીધી જે સાંભળીને તે ચોંકી ગયો હતો. સારા અલી ખાને કરણને જણાવ્યું કે, ગોવામાં તેના રૂમના બાથરૂમમાં તેણે (સારા) ‘ચકાચક’ ગીતના સ્ટેપનું રિહર્સલ કર્યું હતું. આ સાંભળીને કરણને નવાઈ લાગી હતી. સારાએ આગળ કરણને કહ્યું, “હું આ કહેવા તો નહોતી માગતી પરંતુ હવે વાંધો નહીં.” કરણ જાહરના રૂમના બાથરૂમમાં સારા રિહર્સલ કેમ કરતી હતી તેનું પણ કારણ તેણે જણાવ્યું હતું. સારાએ કહ્યું, “તમારા રૂમનો અરીસો ખૂબ નાનો હતો અને બાથરૂમમાં મોટો અરીસો હતો.” આ સાંભળીને કરણ કહ્યું, “એટલે તું બાથરૂમમાં ચકા-ચકિંગ કરી રહી હતી?” ત્યારે સારાએ હા પાડી હતી. સારાએ આગળ એમ પણ ખુલાસો કર્યો કે, ગત વર્ષે લોકડાઉન ખુલ્યા પછી આ પહેલું ગીત હતું જેનું તેણે શૂટિંગ કર્યું હતું. “આપણે ૬ મહિના સુધી લોકડાઉનમાં રહ્યા અને આ પહેલી વસ્તુ છે જે મેં લોકડાઉન પછી કરી હતી. ઉપરાંત હું આ પહેલા મદુરાઈ કે દક્ષિણ ભારતના કોઈપણ વિસ્તારને સરખી રીતે ફરી નહોતી. એટલે મને લાગે છે કે ત્યાં હોવાનો અનુભવ ખૂબ સારો હતો. જે રીતે ગીત શૂટ થયું, મારું પહેલું સોલો સોન્ગ અને આ બધું જ ખૂબ રસપ્રદ હતું. ઉલ્લેખનીય છે કે, પહેલીવાર સારા અલી ખાન અક્ષય કુમાર અને ધનુષ સાથે કામ કરી રહી છે. આ ફિલ્મ ચાલુ વર્ષે વેલેન્ટાઈન્સ ડેના દિવસે રિલીઝ થવાની હતી. જાકે, મહામારીના કારણે ફિલ્મ પાછળ ઠેલાઈ હતી. હવે ફિલ્મના મેકર્સ ૨૪ ડિસેમ્બરે ઓટીટી પ્લેટફોર્મ પર ‘અતરંગી રે’ને રિલીઝ કરવાના છે. ધનુષે અગાઉ આનંદ એલ. રાય સાથે ફિલ્મ ‘રાંઝણા’માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં સોનમ કપૂર અને સ્વરા ભાસ્કર લીડ રોલમાં હતા. આ ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. વર્કફ્રંટની વાત કરીએ તો, સારા હવે વિકી કૌશલ સાથે આદિત્ય ધરની ફિલ્મ ‘ધ ઈમમોર્ટલ અશ્વત્થામા’ અને લક્ષ્મણ ઉટેકરની આગામી ફિલ્મમાં જાવા મળશે.