સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવારે શેરબજોર તેજી સાથે ખુલ્યું હતું, પરંતુ આજે બજોરો મજબૂત રિકવરી સાથે બંધ થયા છે. બજોરમાં ઉતાર-ચઢાવની વચ્ચે આજે શેરબજોરમાં જોરદાર બંધ જોવા મળ્યો હતો. આજના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ ૪૩૩.૩૦ પોઈન્ટ એટલે કે ૦.૮૨ ટકા વધીને ૫૩,૧૬૧.૨૮ ના સ્તરે બંધ થયો હતો. આ સિવાય નિફ્ટી ૫૦ ઈન્ડેક્સ ૧૩૨.૭૦ પોઈન્ટ એટલે કે ૦.૮૫ ટકાના વધારા સાથે ૧૫,૮૩૨ પર બંધ થયો હતો. આજના ટ્રેડિંગ સેશનમાં ૨૩૧૧ શેરમાં ખરીદારી અને ૧૦૩૦ શેરમાં વેચવાલીનો માહોલ જોવા મળ્યો હતો. આ સિવાય આજના ટ્રેડિંગ સેશનમાં ૧૦૩ શેરોમાં કોઈ ફેરફાર થયો નથી.
આજના ટોપ ગેનર વિશે વાત કરીએ તો ન્્‌નો સ્ટોક ૨.૯૯ ટકાના વધારા સાથે ટોપ ગેનર રહ્યો છે. આ ઉપરાંત એચસીએલ ટેક, ઈન્ફોસીસ, ટેક મહિન્દ્રા, ભારતી એરટેલ, ઈન્ડસઈન્ડ બેંક, એશિયન પેઈન્ટ્‌સ, ટાટા સ્ટીલ, અલ્ટ્રા કેમિકલ, એસબીઆઈ, આઈટીસી, સન ફાર્મા, વિપ્રો, એનટીપીસી, પાવર ગ્રીડ, મારુતિ, એમ એન્ડ એમ, આઈસીઆઈસીઆઈ બેંક, બજોજ ફાઈનાન્સ. , ભારતના નેસ્લે શેર્સ, હિન્દુસ્તાન યુનિલિવર,એક્સિસ બેન્ક, ડા. રેડ્ડી અને બજોજ ફિનસર્વ લીલા નિશાનમાં બંધ થયા છે.
આજે તમામ ક્ષેત્રો લીલા નિશાનમાં બંધ છે. નિફ્ટી બેન્ક, નિફ્ટી ઓટો, ફાઇનાન્સિયલ સર્વિસ, એફએમસીજી, નિફ્ટી આઇટી, મીડિયા, મેટલ ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઇવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટર લીલા નિશાનમાં બંધ થયા છે.
એલઆઇસીના શેરમાં ૨૩મી જૂને ફરી ઘટાડો જોવા મળ્યો છે. આજે એલઆઇસીના શેરમાં ૩.૧૫ એટલે કે ૦.૪૮%નો ઘટાડો થયો છે અને તે ૬૬૪.૮૦ રૂપિયા પર પહોંચી ગયો છે. નોંધનીય છે કે, આજે સવારે વૈશ્વિક બજોરમાં જબરદસ્ત તેજી જોવા મળી અને પ્રી-ઓપનિંગ પરથી જોણવા મળ્યું કે ભારતીય શેર બજોરમાં પણ સારી તેજી જોવા મળશે આઇટી બેંકિંગ, મેટલના શેરમાં સારો ઉછાળથી શેર બજોર સારી તેજી જોવા મળી. આજે શેર બજોરમાં સેન્સેક્સ ૭૪૦.૯૧ અંક એટલે કે ૧.૪૧ ટકાના ઉછાળ સાથે ૫૩,૪૬૮.૮૯ પર ખુલ્યું અને દ્ગજીઈનું નિફ્ટી ૨૨૬.૯૫ અંક એટલે કે ૧.૪૫ ટકાના ઉછાળ સાથે ૧૫,૯૨૬.૨૦ પર ખુલ્યું હતું.
આજની જબરદસ્ત તેજીમાં નિફ્ટીના તમામ ૫૦ શેર લીલા નિશાનમાં તેજી સાથે ટ્રેડ થઈ
રહ્યા છે અને બજોરમાં ચોતરફ ખરીદી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટી ૪૧૩ અંક એટલે કે ૧.૨૩ ટકાના ઉછાળ સાથે ૩૪,૦૪૧ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. આજના કારોબારમાં નિફ્ટીના તમામ ક્ષેત્રીય સૂચકાંકો તેજીમાં છે. આઈટી શેરોમાં ૨.૮૦ ટકા અને મીડિયા શેરોમાં ૧.૫ ટકાનો ઉછાળ આવ્યો. મેટલ શેરોમાં ૧.૪૭ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. નિફ્ટી બેન્ક ૧.૩૧ ટકા અને ફાઇનાન્શિયલ સર્વિસના શેર ૧.૩૩ ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા છે.
આજના કારોબારમાં નિફ્ટીના શેરમાં ખૂબ જ તેજી રહી છે. ટેક મહિન્દ્રા ૪.૦૨ ટકા અને એચસીએલ ટેક ૩.૬૮ ટકા ઉપર છે. વિપ્રો ૨.૫૭ ટકા અને ઇન્ફોસીસ ૨.૫૫ ટકાના ઉછાળા સાથે વેપાર દર્શાવે છે. આજે એપોલો હોસ્પિટલ ૦.૧૯ ટકા અને આઇસર મોટર્સ ૦.૦૯ ટકાના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યાં છે.