અમેરિકન ઇન્ફેશન ડેટાની જોહેરાત પહેલા રોકાણકારો સોનાના અને ચાંદીને લઈને સાવધાની રાખી રહ્યા છે. સતત બે દિવસ ઘટાડા બાદ આજે સોનાની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો છે. આજે સવારે એમસીએક્સ પર સોનાના ભાવમાં ૦.૧૫%નો ઉછાળો જોવા મળ્યો હતો. આજે ૧૦ ગ્રામ સોનાની કિંમત ૪૮,૦૧૦ રૂપિયા જોવામાં આવી હતી. જ્યારે ચાંદીની કિંમત ફ્લેટ જોવા મળી હતી. ૧ કિલોગ્રામ ચાંદીની કિંમત આજે ૬૦,૮૩૩ રૂપિયા જોવામાં આવી હતી.
વૈશ્વિક બજોરની વાત કરીએ તો સોનાની કિંમતમાં ૦.૨% ટકા વધારો જોવા મળ્યો છે. આજે સોનું ઇં૧,૭૭૮.૬૬ પ્રતિ ઔં સ પર હતું. જોકે, અઠવાડિયાના આધારે જોઈએ તો કિંમતમાં ૦.૪%નો ઘટાડો જોવાયો છે. અન્ય કિંમત ધાતુની વાત કરીએ તો ચાંદીની કિંમત ૦.૨% ટકા વધીને ઇં૨૧.૯૭ પ્રતિ ઔં સ જોવા મળી હતી.
મિન્ટના જણાવ્યા પ્રમાણે માયગોલ્ડકાર્ટના ડિરેક્ટર વિદિત ગર્ગે જણાવ્યું છે કે, ટેક્નિકલ જોઈએ તો સોનાની કિંમત એક રેન્જની વચ્ચે ફસાઈ ગઈ છે. હાલ ટ્રેડર્સ મહ¥વના ઇન્ફ્લેશન ડેટા પર નજર રાખી રહ્યા છે. જો સોનું ઇં૧૭૮૩ ઉપરનું સ્તર જોળવી રાખે છે તો તે ઇં૧,૭૯૨ના સ્તર પર પહોંચી શકે છે.
હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. એવામાં સોનાની ખૂબ માંગ રહે છે. જો તમે પણ સોનું ખરીદવા ઇચ્છો છો તો હાલ સોનાની કિંમત પોતાના રેકોર્ડ ભાવથી ૮૦૦૦ રૂપિયા જેટલી ઓછી છે. આથી સોનું ખરીદવું તમારા માટે ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે. રોકાણ માટે પણ સોનાની ખરીદી ફાયદાકારક સાબિત થઈ શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે બહુ ઝડપથી સોનાની કિંમતમાં વધારો થશે. સોનાની કિંમત ૨૦૨૦ના વર્ષમાં રેકોર્ડ સપાટી પર પહોંચી હતી. ઓગસ્ટ ૨૦૨૦માં ૧૦ ગ્રામ સોનાની કિંમત ૫૬,૧૯૧ રૂપિયાના સ્તર પર પહોંચી હતી.
૨૪ કેરેટ સોનાના આભૂષણોમાં ૯૯૯ લખ્યું હોય છે, જ્યારે ૨૩ કેરેટ સોના પર ૯૫૮, ૨૨ કેરેટ પર ૯૧૬, ૨૧ કેરેટ પર ૮૭૫ અને ૧૮ કેરેટ શુદ્ધ સોના પર ૭૫૦ લખ્યું હોય છે. ૨૪ કેરેટ સોનું લગભગ ૯૯.૯% શુદ્ધ હોય છે જ્યારે ૨૨ કેરોટ સોનું ૯૧ ટકા શુદ્ધ હોય છે. ૨૨ કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે ૨૪ કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમા‹કગ થાય છે.