શ્રી ખોડલધામ સમિતિ સાવરકુંડલા દ્વારા આગામી તા. રપ-જૂનના રોજ સાવરકુંડલામાં શ્રી ભોજલરામ પટેલવાડી વજલપરા ખાતે વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે ૪ઃ૩૦થી ૭ઃ૦૦ આ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ સાવરકુંડલા ખોડલધામ સમિતિ દ્વારા આયોજિત કરાયો છે. જ્યારે સહયોગી સંસ્થા તરીકે શ્રી ભોજલરામ પટેલવાડી વજલપરા છે. કાર્યક્રમના સ્પોન્સર સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સના પ્રતિકભાઇ નાકરાણી તથા કિરીટભાઇ નાકરાણી છે. કાર્યક્રમના શુભેચ્છક તરીકે વસંતભાઇ મોવલીયા છે. કાર્યક્રમનું ઉદ્‌ઘાટન ખોડલધામ નેસડીના મહંત પૂ. લવજીબાપુ કરશે.સમારોહના મુખ્ય મહેમાન તરીકે સાંસદ નારણભાઇ કાછડીયા, પ્રતાપભાઇ દુધાત, ભૂપતભાઇ ભુવા, ધાર્મિકભાઇ માલવીયા, રમેશભાઇ કાથરોટીયા તથા મનુભાઇ દેસાઇ ઉપÂસ્થત રહેશે. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલીયા, સુરેશભાઇ પાનસુરીયા, ધારાસભ્ય પરેશભાઇ ધાનાણી, કૌશિકભાઈ વેકરીયા, ડી.કે. રૈયાણી, વિપુલભાઇ દુધાત, ઘનશ્યામભાઇ ડોબરીયા, હિરેનભાઇ હિરપરા, વી.વી. વઘાસીયા સહિતના આગેવાનોને આમંત્રિત કરાયા છે.