ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી શિક્ષકોને બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવા માટે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું તેમજ શિક્ષકોના સંતાનોને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કાઢવામાં પણ મુશ્કેલી પડતી હોય તે બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી. આ તકે, રાજય પ્રાથમિક સંઘના ઉપપ્રમુખ હરિભાઈ વાળા, હમીરભાઈ ખસીયા, મનુભાઈ વાળા, જીતુભાઈ દાહીમા સહિતનાઓ હાજર રહ્યાં હતા.