ભારતીય ક્રિકેટ ટીમ આગામી દિવસોમાં ૩ ટેસ્ટ મેચ અને ૩ મેચની વનડે શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવાની છે. ત્યારે વનડે કેપ્ટનશીપનો વિષય વધુ ગરમ થઈ રહ્યો હતો. તેવામાં પસંદગીકારોએ રોહિત શર્માને વનડે કેપ્ટન તરીકે પસંદ કર્યો છે.
વિરાટ કોહલીએ વનડે કેપ્ટન તરીકે ૯૫ મેચમાં કેપ્ટનશીપ કરી છે. આ ૯૫માંથી વિરાટ કોહલી ૬૫ મેચ જીત્યો છે અને ૨૭ મેચ હાર્યો છે. આમ વિરાટ કોહલીની જીતની ટકાવારી ૭૦.૪૩ ટકા છે. ભારત કોહલીના નેતૃત્વમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૧૭, અને વર્લ્‌ડકપ ૨૦૧૯ની સેમિફાઇલનમાં પહોંચ્યું હતું
વિરાટ કોહલીની ૭૦.૪૩ ટકા જીતની ટકાવારી હોવા છતાં રાહલુ દ્રવિડના કોચ બન્યા પછી તેને કેપ્ટનશીપમાંથી શા માટે હટાવી દેવામાં આવ્યો છે તેની પાછળનું કારણ આઈસીસી ટુર્નામેન્ટમાં તેની નિષ્ફળતાને જોવામાં આવે છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારત એક પણ ટ્રોફી ઘરે લાવી શક્યું નથી.આ સાથે જ ટીમ ઈન્ડિયાને નવા કોચ પણ મળ્યા છે. માનવામાં આવે છે કે સૌરવ ગાંગુલની જીગરી એવા રાહુલ દ્રવિડનું શાંત ભેજું છે જ્યારે કોહલીનું તેજ દિમાગ છે. કોહલીની ચિતાની ચાલ સાથે દ્રવિડની લેન્થ મેચ ન થાય તો બંને વચ્ચે ગજગ્રાહ થાય અને આ સ્થિતિમાં ભારતીય ટીમની નુકસાન વેઠવું પડે. જ્યારે રોહિત સાથે પહેલી જ ટુર્નામેન્ટથી દ્રવિડને સારું બની રહ્યું છે આમ નવી ટીમ તૈયાર કરવા માટે હવે રોહિત શર્માને સુકાન સોંપવામાં આવ્યું છે.