બાબરા તાલુકાના વાંડળીયા ગામે મદદનીશ કલેક્ટર ઉત્સવ ગૌતમની ઉપસ્થિતિમાં રાત્રિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક તંત્રના કર્મીઓએ મદદનીશ કલેક્ટરને ગામમાં આરોગ્ય, પોષણ, કૃષિ, શિક્ષણ વગેરે બાબતે માહિતગાર કર્યા હતા. રાત્રિ સભામાં નવા રસ્તા બનાવવા, વીજળીના જોડાણ માટે, પાણી, આરોગ્ય જેવા વિવિધ વિભાગોને લગતા નાગરિકો દ્વારા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેનો મદદનીશ કલેક્ટરે સંબધિત અધિકારીઓને ત્વરિત ઉકેલ લાવવા જણાવ્યું હતું.