વડોદરાના માંજલપુર વિસ્તારમાં વધુ એક ‘લવ જેહાદ’નો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક મુસ્લિમ યુવકે પોતાનું હિંદુ નામ ધારણ કરીને એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ મામલે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.આરોપી ઈકબાલ પરમાર નામના યુવકે પોતાનું નામ પ્રતીક પટેલ કહીને એક હિંદુ યુવતી સાથે મિત્રતા કેળવી હતી. ધીમે ધીમે આ મિત્રતા પ્રેમમાં પરિણમી અને આરોપીએ યુવતીને લગ્નના વાયદાઓ આપ્યા. વિશ્વાસમાં લઈને તે યુવતીને  રાજસ્થાન લઈ ગયો હતો, જ્યાં તેણે તેની સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. યુવતી ત્રણ વખત ગર્ભવતી પણ બની હતી.આ દરમિયાન યુવતીને પ્રતીક પટેલનું સાચું નામ ઈકબાલ પરમાર હોવાની અને તે મુસ્લિમ હોવાની જાણ થઈ. આ હકીકત સામે આવતા યુવતીએ તેની સાથેના સંબંધો કાપી નાખ્યા હતા. જાકે, ઈકબાલે તેને બદનામ કરવાની ધમકી આપીને સંબંધો ફરીથી ચાલુ રાખવા દબાણ કર્યું.આખરે યુવતીએ હિંમત કરીને માંજલપુર પોલીસ સ્ટેશનમાં ઈકબાલ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી. હાલમાં આરોપી ઈકબાલ પરમારને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં ‘લવ જેહાદ’ અને ધર્મ પરિવર્તનના મુદ્દા પર ચિંતા ઊભી કરી છે.