વડોદરામાં વહેલી સવારમાં લૂંટ વિથ હત્યાના બનાવથી ચકચાર મચી ગઈ છે. તરસાલી રોડ વિસ્તારની ભાઈલાલ પાર્ક સોસાયટીમાં એક મહિલાની નિર્દયી રીતે હત્યા કરીને લૂંટ ચલાવવામાં આવી છે. લૂંટના ઇરાદે ૭૦ વર્ષના વૃદ્ધા સુખજીત કૌરની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાઈ છે. હત્યા બાદ ચેન અને કાનની બુટી લૂંટી હત્યારા ફરાર થયા હતા. ત્યારે આ ઘટનાથી પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ દોડતા થયા હતા અને તપાસ હાથ ધરી છે. મહત્વનું છે રાતના અંધારામાં લૂંટારા સોસાયટીમાં પ્રવેશ્યા હતા. વહેલી પરોઢે આ ઘટના બની હતી. તરસાલી સુસેઈન મેઈન રોડ પર ૭૦ થી ૭૫ વર્ષનું વયોવૃદ્ધ દંપતી એકલું રહે છે. તેમના પરિવારના સદસ્યો બહાર રહે છે. વહેલી સવારે ઉઠીને આ દંપતીને બહાર બેસવાની આદત હતી. તેના બાદ તેઓ ગુરુદ્વારા જતા હોય છે. પરંતુ ૧૯ મી ના રોજ સવારે ઘરમાં અચાનક લાઈટ જતી રહી હતી.