વડીયામાં ૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી પૂર્વ સરપંચ રમાબેન ઢોલરીયા દ્વારા સુરગપરા વિસ્તારના લોકોને વરસાદી પાણી ભરાવાના કારણે પડતી મુશ્કેલીને ધ્યાને લઈ ભૂગર્ભ ગટરની મંજૂરી માંગવામાં આવી હતી. આયોજનમાંથી ગ્રાન્ટ મંજૂર થતા સુરગપરામાં પૂર્વ સરપંચ દ્વારા રૂ.૧૦ લાખના ખર્ચે વર્તમાન સરપંચની શેરીમાં ભૂગર્ભ ગટર માટેનો સર્વે કરવાની કામગીરી આચાર સંહિતા પૂર્ણ થતા જ જિલ્લાના પાણી પુરવઠા વિભાગના ઈજનેર દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેથી હવે આ વિસ્તારના લોકોને પાણી ભરાવવાની અને ગંદકીની સમસ્યામાંથી રાહત મળશે.