લાયન્સ ક્લબ ઓફ અમરેલી મેઈનનો વર્ષ ૨૦૨૫-૨૬ માટેનો શપથ ગ્રહણ સમારંભ તા. ૧૨ જુલાઈ, ૨૦૨૫ ના રોજ લેઉવા પટેલ વાડી ખાતે ભવ્ય રીતે યોજાયો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ અને ઉદ્ઘાટક તરીકે લાયન્સ પૂર્વ ગવર્નર વસંતભાઈ મોવલીયા ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે ફર્સ્ટ વાઈસ ગવર્નર લાયન ડો. હાર્દિક મહેતાએ સેવા આપી હતી. કાર્યક્રમની શરૂઆત સ્વાગત અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ સર્વ મહેમાનોનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, કાંતિભાઈ વઘાસિયા, પૂર્વ પ્રમુખ રાજેશ વિઠલાણી, રીજીયોનલ ચેરમેન જયેશ પંડ્યા, કાળુભાઈ સંઘાણી, ઝોન ચેરમેન કૌશિક હપાણી, જયંતીભાઈ પાનસુરીયા, સંઘ ચેરમેન રાજુભાઈ માંગરોળિયા, બ્રહ્મસમાજના મુકુંદભાઈ મહેતા સહિત અનેક અગ્રણીઓ અને લાયન સભ્યો હાજર રહ્યા હતા.પરેશભાઈ ધાનાણી, અશ્વિનભાઈ સાવલિયા અને મુકુંદભાઈ મહેતાએ તેમના પ્રાસંગિક પ્રવચનોમાં લાયન્સ ક્લબ દ્વારા થતી સેવાકીય
પ્રવૃત્તિઓને બિરદાવી હતી. શપથ ગ્રહણ સમારંભમાં ઇન્સ્ટોલિંગ ઓફિસર લાયન ડો. હાર્દિક મહેતાએ નવા લાયન વર્ષ ૨૦૨૫-૨૬ માટે પ્રમુખ તરીકે લાયન બકુલ ભટ્ટ, સેક્રેટરી તરીકે લાયન રજનીકાંત ધોરાજીયા તથા ખજાનચી તરીકે લાયન નંદલાલ તળાવિયા અને તેમની સમગ્ર ટીમને શપથ લેવડાવ્યા હતા. તેમણે નવી ટીમને કાર્યપદ્ધતિનું માર્ગદર્શન પણ આપ્યું હતું.







































