લાઠી તાલુકાના કાંચરડી ગામે રૂ.૪ લાખના ખર્ચે ભાજપ અગ્રણી જનકભાઈ તળાવીયાના હસ્તે બ્લોક પેવિંગ માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું. આ તકે ઘનશ્યામભાઈ રાઠોડ, હિંમતભાઈ રાઠોડ, દામનગર પાલિકા સદસ્ય હિંમતભાઈ આલગીયા તેમજ અન્ય ભાજપ અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને ગ્રામજનો ખાતમુહૂર્ત પ્રસંગે બહોળી સંખ્યામાં હાજર
રહ્યાં હતા.