રાજુલા તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે માલધારી સમાજના યુવા નેતા કાનાભાઈ ભરવાડ અને મહામંત્રી તરીકે હીંડોરણાના ઉપસરપંચ દિનેશભાઈ કવાડની જિલ્લા ભાજપ દ્વારા વરણી કરવામાં આવતા આ વરણીને પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, કનુભાઈ ધાખડા, સંજયભાઈ ધાખડા, મહેન્દ્રભાઈ ધાખડા, વશરામભાઈ વરૂ, વિરભદ્રભાઈ ડાભીયા, વલકુભાઈ બોસ, રવુભાઈ ખુમાણ, કરશનભાઈ ચૌહાણ, બળવંતભાઈ લાડુમોર સહિતના ભાજપ આગેવાનોએ આવકારી છે.