કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે રાજુલામાં ભીડભંજન મહાદેવ મંદિર ખાતે મંદિર સમિતિ દ્વારા આજે હોમાત્મક લઘુરૂદ્રનું માગશર વદ એકમ ને સોમવારના રોજ સવારે ૯ થી સાંજના પ સુધી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ અર્થે યોજાનાર આ હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞમાં રાજુલા શહેર તથા આસપાસના વિસ્તારોની ધર્મપ્રેમી જનતાને દર્શન તથા પ્રસાદનો લાભ લેવા મંદિર સમિતિ દ્વારા જાહેર આમંત્રણ પાઠવ્યું છે. તથા આગામી દિવસોમાં આ મંદિરનો વિકાસ કરવામાં આવશે તેમ મંદિર સમિતિની યાદીમાં જણાવાયું હતું.