રાજુલામાં જૂના દલિતવાસ જકાતનાકે રહેતા મનોજભાઇ શામજીભાઇ બાબરીયા (ઉ.વ.૨૦)એ વિજયભાઈ શામજીભાઈ વાઘ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ મોટર સાઇકલ લઇને નીકળતા દૂર ચલાવવાનું કહી ગાળો આપી પથ્થર તથા પાઇપના ઘા માથામાં મારીને જાનથી મારવાની ધમકી આપી હતી. જે બાદ વિજયભાઈ શામજીભાઈ વાઘ (ઉ.વ.૩૭)એ મનોજભાઈ શામજીભાઈ બાબરીયા સામે જૂના મનદુઃખમાં ગાળો આપી ઢીકાપાટુનો મુંઢ માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એચ.એલ.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.