રાજુલામાં આવેલી બાલક્રિષ્ના વિદ્યાપીઠ ખાતે આગામી તા. ૧ર-જાન્યુ-ર૦રર ના રોજ તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાશે. આ કલા મહાકુંભમાં છ વર્ષથી લઇ પ૯ વર્ષની વયના સ્પર્ધકો ભાગ લઇ શકશે. સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુકોએ પોતાની એન્ટ્રી નમૂના મુજબ વિદ્યાપીઠ ખાતે તા. ૬-જાન્યુ.-ર૦રર પહેલા જમા કરાવવાની રહેશે. વધુ માહિતી માટે ભગવાનભાઇનો મો.નં. ૯૭૧૪૯ ૪૯૧૯૩ પર સંપર્ક કરવાનો રહેશે.