રાજુલામાં રહેતા અને વેપાર કરતાં રસુલભાઇ ઉર્ફે ફિદો ઇબ્રાહિમભાઇ કાજી (ઉ.વ.૩૮)એ ફિરોજભાઇ કાળુમહમદભાઇ દલ, સીદીકભાઇ, દિલુભાઇ, બાપુડી તથા આશીફભાઇ દિલુભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમની વિરૂધ્ધમાં ફિરોજભાઇએ અગાઉ ફરિયાદ કરી હતી. જેનુ મનદુઃખ રાખી આરોપીઓએ લોખંડના પાઇપ લાવી તેમને તથા તેના બાપુજીને આડેધડ માર માર્યો હતો.
જેમાં તેમને બંને પગે ફ્રેકચર થયું હતું તથા તેના બાપુજીને પગમાં મુઢ ઇજાઓ કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ એચ.એલ.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.