રાજકોટ ખાતે કોળી શક્તિ યુવક મંડળ-અમરેલી દ્વારા સમાજના ઉચ્ચ અભ્યાસ કરતા લગ્નોત્સુક યુવક-યુવતીઓનો પ૬મા વેવિશાળ પરિચય સમારંભનું આયોજન કરાયું છે. જેમાં ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રહેતા કોળી સમાજના યુવક-યુવતીઓ ભાગ લઇ શકશે. આગામી વર્ષે ૯મી જાન્યુઆરીના રોજ આર.એમ.સી. કોમ્યુનીટી હોલ, મોરબી ચોક, જકાતનાકા ચોક, રાજકોટ ખાતે આ સમારંભ યોજાશે. જેમાં ભાગ લેવા ઇચ્છતા યુવક-યુવતીઓ તા. પ-જાન્યુ. ર૦રર સુધી ફોર્મ અને માહિતી મેળવી શકશે. વધુ માહિતી માટે મંડળના પ્રમુખ રમેશભાઇ ગોહિલનો મો.નં. ૯૩૭૪૭૩૪૮ર૦, કલ્પેશભાઇ બાવળીયાનો મો.નં. ૭૯૮૪પ૯૪૪ર૪, દેવાંગભાઇ કુકાવાનો મો.નં. ૯૦૩૩પ૧૮૯૦૯નો સંપર્ક સાધવાનો રહેશે.