મધ્ય પૂર્વમાં લશ્કરી તણાવમાં અચાનક વધારો હવે સ્પષ્ટપણે ક્રિકેટને અસર કરી રહ્યો છે. બગડતી સુરક્ષા પરિસ્થિતિને કારણે, ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી)એ એક મોટો નિર્ણય લીધો છે અને ઇંગ્લેન્ડ લાયન્સનો યુએઈ પ્રવાસ રદ કર્યો છે. વધુમાં, ઇંગ્લેન્ડ મહિલા ટીમનો આયોજિત તાલીમ શિબિર મુલતવી રાખવામાં આવ્યો છે. અહેવાલો દર્શાવે છે કે ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલી હવાઈ હુમલા બાદ ગલ્ફ ક્ષેત્રમાં પરિસ્થિતિ  વધુ વણસી છે. આને ધ્યાનમાં રાખીને,ઇસીબી અબુ ધાબીથી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને યુકે સુરક્ષિત રીતે પરત લાવવા માટે કામ કરી રહ્યું છે. ઇંગ્લેન્ડ લાયન્સ યુએઈમાં પાકિસ્તાન શાહીન સામે વ્હાઇટ-બોલ શ્રેણી રમી રહી હતી. પાંચ મેચની વનડે શ્રેણીની બીજી મેચ રદ કરવામાં આવી હતી. હવે, બાકીની ત્રણ મેચ પણ મુલતવી રાખવામાં આવી છે.
ઇંગ્લેન્ડની મહિલા ટીમ બ્રિટનમાં ટી ૨૦ વર્લ્ડ કપની તૈયારી માટે જૂન-જુલાઈમાં અબુ ધાબીમાં કેમ્પ કરવાનું નક્કી કર્યું હતું. જાકે, વર્તમાન પરિÂસ્થતિને કારણે, ઇસીબીએ આ કેમ્પ પણ રદ કરી દીધો છે. ઓક્ટોબરમાં ૨૦૨૫ વનડે વર્લ્ડ કપમાંથી બહાર થયા પછી મહિલા ટીમે એક પણ મેચ રમી નથી. બોર્ડે જણાવ્યું છે કે તે ટીમની તૈયારીઓને અસર ન થાય તે માટે વિકલ્પો શોધી રહ્યું છે.
ઇસીબીના સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ઇંગ્લેન્ડ લાયન્સ પ્રવાસનો બાકીનો ભાગ રદ કરવામાં આવ્યો છે અને અમે શક્ય  તેટલી વહેલી તકે બધાને સુરક્ષિત રીતે ઘરે પાછા લાવવા માટે કામ કરી રહ્યા છીએ. ગલ્ફમાં અસ્થિરતાને ધ્યાનમાં રાખીને, ઇંગ્લેન્ડ મહિલા ટીમનો ટી ૨૦ વર્લ્ડ કપ કેમ્પ અબુ ધાબીમાં યોજાશે નહીં. અમે વૈકલ્પિક  તૈયારીઓ પર કામ શરૂ કરી દીધું છે અને નવી યોજનાને અંતિમ સ્વરૂપ મળતાંની સાથે જ માહિતી શેર કરીશું.”
મધ્ય પૂર્વમાં એરસ્પેસ બંધ થવાથી હજારો ફ્લાઇટ્‌સ પર અસર પડી છે. પુરુષોના ્‌૨૦ વર્લ્ડ કપમાં ભાગ લીધા પછી ઝિમ્બાબ્વે ટીમનું ભારતથી પરત ફરવાનું પણ મોડું પડ્યું છે. વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડે એ પણ અહેવાલ આપ્યો છે કે તેના ખેલાડીઓને ફાઇનલ મેચ પછી ત્યાં રહેવાની ફરજ પડી હતી.આઇસીસીએ જણાવ્યું છે કે તે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. જા કે, હાલમાં ટી ૨૦ વર્લ્ડ કપના સમાપન પર તેની સીધી અસર થવાની અપેક્ષા નથી. જા યુદ્ધ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો ઇંગ્લેન્ડની પુરુષ ટીમની ઘરે પરત ફરવામાં વિલંબ થઈ શકે છે.