ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટીય એરપોર્ટ પર સોનાની દાણચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો. સંગઠિત સોનાની દાણચોરી સામેની આ મોટી કાર્યવાહીમાં, ડીઆરઆઇએ ૩૭.૭૪ કરોડ (આશરે ૧.૨ મિલિયન) ની કિંમતનું ૨૯.૩૭ કિલો સોનું જપ્ત કર્યું અને અત્યાર સુધીમાં કુલ ૨૬ દાણચોરોની ધરપકડ કરી. ૨૫.૧૦ કિલો સોનાના લગડી અને ૪.૨૭ કિલો સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા.
ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સએ ૮ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ નૈરોબીથી મહિલા કેરિયર્સના એક જૂથને ઓળખી કાઢ્યું જે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા મોટા જથ્થામાં સોનાની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહી હતી.
૮ એપ્રિલના રોજ, સવારે ૧૧ વાગ્યે, મુસાફરો ગ્રીન ચેનલ તરફ આગળ વધ્યા પરંતુ અધિકારીઓને જાઈને પાછા હટી ગયા. પૂછપરછ દરમિયાન, ૨૫ મુસાફરોએ પોતાની ઓળખ આપી, જ્યારે ૨૬મા મુસાફરને નકલી પાસપોર્ટનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરવા બદલ પહેલાથી જ અટકાયતમાં લેવામાં આવ્યો હતો. બધા ૨૫ મુસાફરોએ કોઈપણ ગેરકાયદેસર વસ્તુઓ રાખવાનો ઇનકાર કર્યો હતો. જાકે, બે મુસાફરોની તપાસમાં તેમના જૂતામાં છુપાયેલા સોનાના લગડી મળી આવ્યા.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, “કેટલાક મુસાફરોએ સામાનના પટ્ટા પાસે કાળી ટેપમાં લપેટેલી વસ્તુઓ ફેંકવાનું શરૂ કર્યું હતું. ડ્ઢઇૈં એ પીગળેલા સોનાના ઘણા પાઉચ જપ્ત કર્યા. આ માટે કોઈ પણ મુસાફરોએ જવાબદારી લીધી ન હતી.” અધિકારીઓ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા પછી, આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા.
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા ત્વરિત અને સંકલિત કાર્યવાહીના પરિણામે, આ મુસાફરો પાસેથી ૨૫.૧૦ કિલો સોનાના લગડી અને ૪.૨૭ કિલો સોનાના દાગીના મળી આવ્યા હતા.