મોરબીના હળવદ હાઇવે પર આવેલા આંદરણા ગામની સીમમાંથી થોડા દિવસો અગાઉ સળગેલી હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો હતો. આ ભેદી મહિલાની લાશનો ભેદ ઉકેલવા માટે મોરબી પોલીસે ચક્રોગતિમાન કર્યા હતા. આખરે મોરબી પોલીસે સમગ્ર મામલાનો ભેદ શોધી કાઢ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મૃતક મહિલાની હત્યા અન્ય કોઈએ નહીં, પણ તેના જ જમાઈએ બે મિત્રો સાથે મળીને કરી હતી.ગત તારીખ ૧૩મીના રોજ આંદરણા ગામની સીમમાં હરખજીભાઈ કુંડારિયાની વાડીના છેડેથી ૪૫થી ૫૦ વર્ષની અજાણી મહિલાની મૃતદેહ સળગેલી હાલતમાં મળી આવ્યો હતો. મૃતદેહને જાતાની સાથે જ હત્યા કરી પુરાવાનો નાશ કરાયા હોવાનું સ્થાપિત થતું હતું. જા કે પોલીસે મૃતક મહિલાની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી હતી. સમગ્ર મામલે મહિલાની તપાસ આદરવામાં આવી હતી. મહિલાની ઓળખ કરવી અને તેની હત્યાનો ભેદ ઉકેલવો પોલીસ માટે મોટો પડકાર હતો.મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનીકલકલ માધ્યમ અને હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરીને તપાસ આગળ વધારી છે. આ તપાસ દરમિયાન પોલીસને બાઇક નંબર ય્ત્ન ૦૧ ૨૭૨૧ સાથે સંડોવાયેલા શખ્સ અંગે બાતમી મળી હતી. પોલીસે શંકાસ્પદ વ્યક્તિ નાનેશ્વર પંડેરી પંવારની અટકાયત કરી હતી. સમગ્ર મામલે પુછપરછ કરવામાં આવી હતી.પોલીસ તપાસમાં આરોપી નાનેશ્વર પંવારે કબુલ્યું હતું કે, નાનેશ્વર પંવાર પીપળી ગામ પાસે શિવ પાર્કમાં તેની પત્ની, બે પુત્ર અને સાસુ સુશીલાબેન વસંતભાઈ પાટીલ સાથે રહે છે. તે મુળ મહારાષ્ટ્રનો વતની છે. જા કે સાસુ સુશીલાબેન વગર વાંકે તેની પત્ની અને બાળકો સાથે નાની નાની વાતોમાં બબાલ કરતા હતા. અપશબ્દો બોલતા હતા. જેના કારણે તેના પરિવારમાં હંમેશા ઝગડાનું વાતાવરણ રહેતું હતું. જેથી સાસુના સ્વભાવથી કંટાળેલા જમાઇએ સાસુનુ કાસળ કાઢી નાખવાનું વિચાર્યું હતું. જેના માટે તેણે રાહુલ ડામોર નામના મિત્રની પણ મદદ લીધી હતી. ઘટના બની ત્યારે પત્ની નાનેશ્વરી અને મોટો દિકરો વતન મહારાષ્ટ્ર ગયા હતા.ગત રવિવારે રાત્રે આશરે ૧૨ વાગ્યાની આસપાસ સુશીલાબેન ઘરે સૂતાં હતાં ત્યારે રાહુલ ડામોર સહિત જમાઇ આવ્યો હતો. નાનેશ્વર પંવારે તેની સાસુના પગ પકડી રાખ્યા હતા અને રાહુલે તેનું મોઢું તથા ગળુ દબાવી દીધું હતું. સુશીલાબેનનું મોત થયા બાદ લાશને કોથળામાં મુકીને અજાણી સીમમાં સળગાવી આવ્યા હતા.પોલીસે મુખ્ય આરોપી નાનેશ્વર પંડેરી પંવાર (ઉં.વ.૪૧, રહે. હાલ શિવપાર્ક પીપળી, મોરબી, મૂળ.કલમસરા મહારાષ્ટ્ર)ની ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત ગુનામાં વાપરવામાં આવેલી બાકઇ જીજે ૦૩ ડીએન ૨૭૨૧ અને મોબાઇલ કબ્જે લીધા છે. ઉપરાંત અન્ય બે આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રોગતિમાન કર્યા છે.








































