કેદારનાથની જે ગુફામાં વડાપ્રધાને આધ્યાત્મિક સાધના કરી હતી, તે ગુફા સહિત અન્ય ત્રણ ગુફાઓમાં ભક્તોને હોટલની સુવિધા મળશે.
કેન્દ્રીય પર્યટન મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૨૦૧૯માં પીએમે રુદ્ર ગુફામાં આધ્યાત્મિક અભ્યાસ કર્યા પછી, મોટી સંખ્યામાં ભક્તો આ ગુફાને જોવા માટે આવવા લાગ્યા. ભક્તોની રુચિ જોઈને આ ગુફાનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. બુકિંગની રાહ વધુ લાંબી થતી જોઈને સરકારે અહીં વધુ ત્રણ ગુફાઓ બનાવવાનું નક્કી કર્યું અને હાલમાં જ ત્રણેયનું બાંધકામ પૂર્ણ થયું છે. કેન્દ્રીય પર્યટન મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ગુફાઓનું બુકિંગ આવતા વર્ષથી શરૂ થશે.
મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૨૦માં કોરોનાને કારણે ૨૫ ભક્તોએ આધ્યાત્મિક સાધના કરી હતી. તે જ સમયે, વર્ષ ૨૦૨૧ માં ૯૫ ભક્તો અહીં પહોંચ્યા હતાં. આવતા વર્ષથી અહીં આવનાર યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. ઓનલાઈન બુકિંગ માટે પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેછી શ્રદ્ધાળુઓ ઘરે બેઠા બેઠા બુકિંગ કરી શકે. બુકિંગ એક દિવસથી સાત દિવસ સુધી કરી શકાશે રોજનું ભાડું ૧૫૦૦ આસાપાસ અને ૧૮૦ ટેક્સ આસપાસ રહેશે.ચાર ગુફાઓ મંદાકિની નદી કિનારે બાંધવામાં આવેલી છે. હેલિપેડથી ગુફા સુધી જવા માટે મંદાકિની નદી પર પુલ બનાવવામાં આવ્યો છે. તમામ ગુફાઓ કેદારનાથ લગભગ એક થી દોઢ કિલોમીટરના અંતરે છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર ગુફામાં શિયાળાથી બચવા માટે હીટરની સાથે પથારી પણ આપવામાં આવશે. ગરમ પાણી માટે ઈલેકિટ્રક કેટલ આપવામાં આવશે. વેસ્ટર્ન ટોયલેટની પણ વ્યવસ્થા કરવામાં આવાશે મોબાઈલ નેટવર્ક સહિત અન્ય અનેક સુવિદ્યાઓ શ્રદ્ધાળુઓને ઉપલબ્ઘ થશે.