સાવરકુંડલા તાલુકાનાં મોટાઝીંઝુડા ગામમાં સરકારની હેલ્થ કાર્ડ યોજનાના કેમ્પનું આયોજન થોડા દિવસો પહેલા કરવામાં આવ્યું હતું. જેમાં સામાન્ય લોકોને નાની નાની બીમારીઓ કે રોગોમાં તબીબી તપાસ ફ્રીમાં તેમજ મેડિકલ દવામાં ૧૦થી ૨૦ ટકાનું ડિસ્કાઉન્ટ તેમજ લેબોરેટરીમાં પણ ૪૦% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. જેથી સામાન્ય પરિવારો તેમજ ગરીબ લોકોને ઘણો ફાયદો થઈ શકે. મોટાઝીંઝુડા ગામમાં રહેતા લાભાર્થીઓને ઘરે ઘરે જઈ હેલ્થ કાર્ડનું વિતરણ યુવા સરપંચ પંકજ ઉનાવા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ બાકી રહેલા લાભાર્થીઓને પોતાની ઓફિસ પર કાર્ડ કઢાવવા અપીલ પણ કરવામાં આવી છે.