કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જોહેર કરવામાં આવેલી અગ્નિપથ યોજનાનો આજે ગુજરાતમાં અનેક જગ્યાએ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આજે કોડીનાર, અમરેલી-રાજુલા, પાટણ અને મોરબીમાં કોંગ્રેસ દ્વારા અગ્નિપથ ,મોંઘવારી, વીજળી અને બેરોજગારી જેવા મુદ્દાઓને લઈ મામલતદાર-કલેક્ટર કચેરીએ ધરણાં કરવામાં આવ્યા હતા.
કોડીનારમાં આજે ધારાસભ્ય મોહનવાળાની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો મામલતદાર કચેરી ઉમટ્યા હતા. જ્યાં અગ્નિપથ યોજના સહિત અનેક માંગો સાથે ધારણા કરવામાં આવ્યા હતા. આ સાથે આવેદનપત્ર આપી અગ્નિપથ યોજનાનો અમલ ના કરવામાં આવે તેવી માંગ કરી છે.
અમરેલી-રાજુલા ખાતે પણ આજે અગ્નિપથ યોજના સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન યોજોયંન હતું. જેમાં કેન્દ્ર સરકારની પ્રજો વિરોધી નીતિ સામે કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરીએ ધરણાં કરવામાં આવ્યા હતા. જોકે ધરણાં સમયે પોલીસ આવી જતાં ૧૫ જેટલા કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
પાટણમાં આજે જીલ્લા કોંગ્રેસ દ્વારા અગ્નિપથ ,મોંઘવારી, વીજળી અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર ધરણાં યોજોયા હતા. જેમાં ધારાસભ્ય કિરીટ પટેલની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરોએ પાટણ કલેક્ટર કચેરી બહાર ફૂટપાથ ઉપર ધરણા યોજ્યા હતા. જેમાં ભાજપ સરકારના નિર્ણયો સામે વિરોધ કરવામાં આવ્યો હતો.
મોરબીમાં પણ આજે જીલ્લા કોંગ્રેસ દ્વારા અગ્નિપથ યોજના ઉપરાંત મોંધવારી મુદ્દે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેનર અને નારા સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું. આ સાથે કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને આવેદન પણ આપ્યું હતું.