સાવરકુંડલા તાલુકાના મીતીયાળા ગામે એક યુવકે તું મારી ખોટી વાત શું કામ કરે છે કહેતા તેને માથામાં કુહાડાનો ઘા મારવામાં આવ્યો હતો અને લાકડી વડે મૂઢમાર મારી ઈજા પહોંચાડી હતી. આ અંગે દિનેશભાઈ બાલાભાઈ મોલાડીયા (ઉ.વ.૩૫)એ તેમના જ ગામના વિનુભાઈ નાનજીભાઈ ચાવડા તથા છનાભાઈ નાનજીભાઈ ચાવડા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, દિનેશભાઈ તેમના ઘર પાસે ઉભા હતા ત્યારે વિનુભાઈએ તેમની પાસે આવી તું મારા ફોનમાં મને શું કહેતો હતો ને તારે શું હવા છે તેમ કહ્યું હતું. જેથી તેમણે મારે કાંઇ નથી પણ તું મારી ખોટી વાત શું કામ કરે છે તેમ કહેતા બોલાચાલી કરીને કુહાડાનો એક ઘા માથાના ભાગે માર્યો હતો. ઉપરાંત લાકડી વડે મૂઢમાર મારી ઈજા પહોંચાડી હતી.