દિલ્હીની એક કોર્ટે ઘરેલુ હિંસાના એક કેસમાં મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું છે કે કોઈ પણ મહિલા એવી વ્યક્તિ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવી શકે નહીં જેણે ભૂતકાળમાં કે વર્તમાનમાં તેની સાથે ઘર શેર ન કર્યું હોય.
તીસ હજોરી કોર્ટમાં એડિશનલ સેશન્સ જજ હિમાની મલ્હોત્રાની કોર્ટે મહિલા દ્વારા તેની નણંદ, નણદોઈ અને પતિના મામા સામે દાખલ કરાયેલ ઘરેલુ હિંસાનો કેસ ફગાવી દીધો હતો.
કોર્ટે અવલોકન કર્યું છે કે ફરિયાદી મહિલા જે ઘરમાં રહે છે તે ઘરમાં આમાંથી કોઈ પણ સદસ્ય રહેતું નથી, તેથી તેના દ્વારા આ લોકો પર લગાવવામાં આવેલા ઘરેલુ હિંસાના આરોપો પાયાવિહોણા છે. કોર્ટે ડોમેસ્ટીક વાયોલન્સ પ્રિવેન્શન એક્ટ ૨૦૦૫ની વિસ્તૃત સમજૂતી આપી હતી.
તે જ સમયે, કોર્ટે એમ પણ કહ્યું કે ઘરેલું હિંસા અધિનિયમની કલમ ૧૨ હેઠળ, કોઈ મહિલા ફક્ત ત્યારે જ ઘરેલુ હિંસાનો આરોપ લગાવી શકે છે જો તે તેની સાથે એક જ છત નીચે રહેતા કોઈપણ સંબંધનો આરોપ મૂકે. માત્ર પતિના સગા હોવાને કારણે કોઈને આરોપી બનાવવાનું કારણ ન બની શકે.
કોર્ટે ફરિયાદી મહિલાને કહ્યું કે જ્યારે છોકરીના લગ્ન થાય છે, તો એમનો માઈકા સાથે સંબંધ હોય છે, પરંતુ તેને ઘરેલુ હિંસા તરીકે વર્ગીકૃત કરવામાં આવતું નથી, કારણ કે લગ્ન પછી તે ચોક્કસ સમયગાળા માટે જ માયકામાં સમય વિતાવે છે. જ્યારે ઘરનો કોઈ સભ્ય બહાર, બીજો રાજ્ય કે દેશમાં રહેતો હોય ત્યારે ઘરેલું હિંસા સંરક્ષણ અધિનિયમ લાગુ પડતો નથી.