જમ્મુ અને કાશ્મીર અશાંતિભર્યા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે હુ તમને વિનંતી કરું છું કે આ યોગ્ય નથી અને આ છોડી દેવું જોઈએ પીડીપી પાર્ટીની ચીફ મહેબુબા મુફતીએ જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરના યુવાનોએ આતંકવાદથી દૂર રહેવું જોઈ અને પોતાના જીવનને બચાવવું જોઈએ. દરરોજ ૩ – ૪ યુવાનો માર્યા જોય છે, તેવા અહેવાલ સાંભળવા મળે છે, એનો અર્થ એ થાય છે કે સ્થાનિક લોકોની ભરતી કરવામાં આવે છે.
મુફ્તીએ વધુમાં જણાવ્યું કે હુ માતા પિતા અને બાળકોને વિનંતી કરું છું કે તેઓ પોતાનો જીવ બચાવે. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર અશાંતિભર્યા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને આવનારા સમયમાં તેને તેના યુવાનોની જરૂર પડશે. કોઈએ પણ હથિયાર ઉપાડવા નહિ. દરરોજ ૪-૫ યુવાનોની મોતના સમાચાર સાંભળવા મળે છે. હુ તમને વિનંતી કરું છું કે આ યોગ્ય નથી અને આ છોડી દેવું જોઈએ.
કાશ્મીરી પંડિત પર હુમલા સંદર્ભે મુફતીએ કહ્યું કે લોકો અને ધાર્મિકગુરુઓએ આ વાતને ધ્યાનમાં લેવી જોઈએ કે પંડિત કાશ્મીરી સમાજનું ભાગ છે. કાશ્મીરી પંડિત આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. મારા સીએમ તરીકેના કાર્યકાળ દરમ્યાન જ્યારે સ્થિરતિ ખરાબ હતી ત્યારે કોઈ કાશ્મીરી પંડિતને મારવામાં આવ્યું ન હતું. તેઓ ઘરે હોવા છતાં અમે ૧૭ મહિનાનો પગાર ચૂકવ્યો હતો.