મહારાષ્ટ્રમાં આજથી શરૂ થઈ રહેલા વિધાનસભાના શિયાળુ સત્રમાં સંકટના વાદળો ઘેરાયા છે. અહીં સત્ર પહેલા કરવામાં આવેલ આરટીપીસીઆર ટેસ્ટમાં આઠ પોલીસકર્મીઓ સહિત ૧૦ લોકો પોઝીટીવ મળી આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જે લોકો પોઝિટિવ છે તેમાંથી બે વિધાનસભાના કર્મચારી છે.

એવું જાણવા મળ્યું છે કે, સત્રની શરૂઆત પહેલા લગભગ ૩૫૦૦ લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ નમૂનાઓના જીનોમ સિક્વન્સિંગ અંગે નિર્ણય લેવાનો બાકી છે. ગઈકાલે, મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસ ચેપના ૮૨૫ નવા કેસ નોંધાયા હતા, જેમાં ઓમિક્રોનના ૧૧ કેસનો સમાવેશ થાય છે. આ સિવાય ચેપને કારણે ૧૪ લોકોના મોત થયા છે.

આરોગ્ય વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને ૬૬ લાખ ૫૦ હજાર ૯૬૫ થઈ ગઈ છે. મૃતકોની સંખ્યા એક લાખ ૪૧ હજાર ૩૬૭ પર પહોંચી ગઈ છે. સોમવારે, રાજ્યમાં ચેપના ૫૪૪ નવા કેસ નોંધાયા હતા, પરંતુ ઓમિક્રોનનો કોઈ કેસ નથી. આ સિવાય ચાર દર્દીઓના મોત થયા હતા, જે ૧ એપ્રિલ ૨૦૨૦ પછી સૌથી ઓછો હતો.ઓમિક્રોનના ૧૧ કેસ નોંધાયા બાદ, કોરોના વાયરસના આ વેરિએન્ટથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને ૬૫ થઈ ગઈ છે. આરોગ્ય વિભાગે કહ્યું કે, નેશનલ ઇસ્તિતૂટે ઓફ વાયરોલોજીના રિપોર્ટ અનુસાર રાજ્યમાં ૧૧ વધુ લોકો કોરોના વાયરસના ઓમિક્રોન ફોર્મથી સંક્રમિત જાવા મળ્યા છે. મુંબઈ એરપોર્ટ પર તપાસ દરમિયાન, આઠ લોકો કોરોના વાયરસના ઓમિક્રોન ફોર્મથી સંક્રમિત હોવાનું જણાયું હતું જ્યારે નવી મુંબઈ, પિંપરી-ચિંચવડ અને ઉસ્માનાબાદમાં એક-એક વ્યક્તિએ કોરોનાના ઓમિક્રોન સ્વરૂપની પુષ્ટિ કરી હતી.