આગામી વિધાનસભાની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષોની નજર ભાજપને કોઈ પણ રીતે સત્તા પરથી હટાવવા પર છે, આ માટે ફરી એકવાર મહાગઠબંધનની અપેક્ષા રાખવામાં આવી રહી છે. જો કે કેટલીક એવી પાર્ટીઓ છે જેમનો અવાજ ભાજપ અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ એક જ છે પરંતુ તેઓ એક સાથે સ્ટેજ શેર કરવા માંગતા નથી. તાજેતરમાં કોંગ્રેસના ધારાસભ્યો ટીએમસીમાં જોડાયા પછી બંને પક્ષો વચ્ચે નિવેદનો વધુ તીવ્ર બની રહ્યાં છે. આ ક્રમમાં મુંબઈ પટ્ઠહોંચેલી મમતા બેનર્જીએ કંઈક એવું કહ્યું જેનાથી કોંગ્રેસ લાલઘુમ થઈ ગઈ છે.
પશ્ચિમ બંગાળના સીએમ અને તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જીએ મુંબઈમાં નાગરિક સમાજના સભ્યો સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે જો તમામ પ્રાદેશિક પક્ષો સાથે આવે તો ભારતીય જનતા પાર્ટીને હરાવવાનું સરળ રહેશે. આ દરમિયાન મમતા એનસીપીના વડા શરદ પવારને મુંબઈમાં તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી મમતાએ કહ્યું કે હવે સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) નથી. આ પછી મમતા બેનર્જીએ સિદ્ધિવિનાયક મંદિરની પણ મુલાકાત લીધી હતી અને મુંબઈમાં તુકારામ ઓમ્બલેની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપી હતી.
મુંબઈ પહોંચેલા ટીએમસી ચીફ અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિવેદન બાદ કોંગ્રેસ લાલઘુમ ગઈ છે. સીએમ બેનર્જીના નિવેદનનો વિરોધ કરતા કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે ભારતીય રાજનીતિની વાસ્તવિકતા બધા જોણે છે. કોંગ્રેસ વિના બીજેપીને કોઈ હરાવી શકશે નહીં એવું વિચારવું એ માત્ર એક સપનું છે, જે ક્યારેય પૂરું નહીં થઈ શકે. નોંધપાત્ર વાત એ છે કે, વિપક્ષી દળોમાં ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ત્રીજો મોરચો બનાવવાની વાત ચાલી રહી છે, જો કે કોંગ્રેસ તેનો હિસ્સો બનશે કે નહીં તે અંગે હજુ કંઈ કહી શકાય તેમ નથી.