અમરેલી જિલ્લામાં વાહન અકસ્માતની ઘટનામાં નિર્દોષ લોકોના મોત મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે. લાઠીના ભુરખીયા ગામ પાસે સર્જાયેલા અકસ્માતમાં હાલ સાવરકુંડલા રહેતા પુરુષનું મોત થયું હતું. જેને લઈ તેમના જમાઈએ અજાણ્યા વાહન ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ગળકોટડી ગામે રહેતા અને ઇંટો પાડવાનો ધંધો કરતા વિનુભાઈ પરસોતમભાઈ ચૌહાણ (ઉ.વ.૩૧)એ જાહેર કર્યા મુજબ, બે દિવસ પહેલા સાંજે ચાર વાગ્યે તેમના સસરા ધીરૂભાઇ ઉર્ફે ઘોહાભાઇ છનાભાઇ ગોહિલ (રહે.સાવરકુંડલા હાલ રહે.આસરાણા તા.મહુવા) બાઇક લઇને ભુરખીયા ગામ પાસેથી પસાર થતાં હતા ત્યારે અજાણ્યો વાહન ચાલક તેમને અડફેટે લઇ ગંભીર ઈજા પહોંચાડી ફરાર થયો હતો. ઈજાના કારણે તેમનું મોત થયું હતું.