લાઠી તાલુકાના ભુરખિયા ખાતે લાયન્સ ક્લબ ઓફ અમરેલી સિટી, ભુરખિયા હનુમાનજી ટ્રસ્ટ અને સુદર્શન નેત્રાલયના સંયુક્ત ઉપક્રમે આગામી તા.૧૭ને બુધવારના રોજ સવારના ૮ઃ૦૦થી ૧રઃ૦૦ વાગ્યા સુધી વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણિ આરોપણ કેમ્પ યોજાશે. આંખ બતાવવા આવનાર દર્દીઓએ ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ સાથે લાવવાની રહેશે.