ભારતને વર્ષ ૨૦૨૧-૨૫ માટે એકવાર ફરી યૂનેસ્કાના કાર્યકારી બોર્ડના સભ્ય તરીકે પસંદગી કરવામાં આવી છે. ‘ભારતને વર્ષ ૨૦૨૧-૨૫ માટે યૂનેસ્કો એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્ય તરીકે ચૂંટાવાની તરફેણમાં ૧૬૪ વોટ મેળ્યા છે.ર્ ભારતને એશિયાઈ અને પેસિફિક રાજ્યોના સમૂહ ચાર માટે ફરીથી પસંદ કરવામાં આવ્યું, જેમાં જોપાન, ફિલિપાઇન્સ, વિયેતનામે, કૂક આઈસલેન્ડ્‌સ અને ચીનનો પણ સમાવેશ થાય છે.
વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે આ પસંદગી માટે પ્રશંસા વ્યક્ત કરી અને વિદેશ મંત્રાલય અને યુનેસ્કોમાં ભારતના સ્થાયી પ્રતિનિધિમંડળના સારા કામે માટે ટિવટ કરીને પ્રશંસા કરી. તેમેણે ટિવટ કર્યું, કે, ‘વિદેશ મંત્રાલય અને યુનેસ્કોમાં ભારતનું કાયમી પ્રતિનિધિમંડળ, તમે અદ્ભુત કામે કર્યું છે.ર્ સંસ્કૃતિ અને વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ ભારતની ઉમેદવારીને સમેર્થન આપવા બદલ દેશોનો આભાર માન્યો છે. તેમેણે ટ્‌વીટ કર્યું, ‘એ જણાવતા આનંદ થાય છે કે ભારતે યુનેસ્કોના એક્ઝિક્યુટિવ બોર્ડમાં સ્થાન મેળવ્યું છે. અમારી ઉમેદવારીને સમેર્થન આપનારા તમામે સભ્ય દેશોને હાર્દિક અભિનંદન અને આભાર.ર્
‘ગ્રુપ ફોર એશિયા એન્ડ પેસિફિક કન્ટ્રીર્ઝમાંથી જોપાન, ફિલિપાઇન્સ, વિયેતનામે, કૂક આઇલેન્ડ અને ચીન પણ એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્યો તરીકે ચૂંટાયા છે. યુનેસ્કોનું એક્ઝિક્યુટિવ બોર્ડ એ સંયુક્ત રાષ્ટ્રની એજન્સીના ત્રણ બંધારણીય અંગોમાંથી એક છે. તે જનરલ કોન્ફરન્સ દ્વારા ચૂંટાય છે.
જનરલ કોન્ફરન્સ હેઠળ કામે કરતા, આ એક્ઝિક્યુટિવ બોર્ડ સંસ્થાના કાર્યક્રમો અને ડાયરેક્ટર-જનરલ દ્વારા સબમિટ કરાયેલ સંબંધિત બજેટ અંદાજોની દેખરેખ રાખે છે. યુનેસ્કોની વેબસાઈટ અનુસાર, એક્ઝિક્યુટિવ બોર્ડમાં ૫૮ સભ્ય દેશો છે, જેમેનો કાર્યકાળ ચાર વર્ષનો છે. યુનેસ્કોમાં કુલ ૧૯૩ સભ્ય દેશોનો સમાવેશ થાય છે.
ભારતની આંતરરાષ્ટ્રીય મંચોમાં ભાગીદારી વધી છે અને તેણે મેહત્વપૂર્ણ સંસ્થાઓની અધ્યક્ષતાની જવાબદારી પણ સ્વીકારી છે. ઓગસ્ટ મેહિનામાં ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું પ્રમુખપદ સંભાળ્યું હતું. જેથી વિશ્વની સૌથી શક્તિશાળી સંસ્થાઓમાંની એક તરીકે જોવામાં આવે છે.