કોંગ્રેસ છોડયા બાદ કેપ્ટન અમરિંદર સિંહ પંજોબની રાજનીતિમાં એક નવી ઇનિગ્સ શરૂ કરવાની તૈયારીમાં લાગ્યા છે.તેના માટે કેપ્ટન ભાજપ અને ટકસાલી અકાલીઓની સાથે ગઠબંધનના માર્ગ પર છે પરંતુ આ ગઠબંધનનો પંજોબના લોકોમાં સ્વીકાર્યતાનો માર્ગ ખુબ જ પડકાર ભર્યો રહેશે.
પંજોબમાં કિસાનોની એક મોટી વોટ બેંક છે ઉપરથી કેપ્ટનની નવી પાર્ટાનું હાલ કોઇ સંગઠનાત્મક માળખુ નથી જયારે ચુંટણી નજીક છે.બીજીબાજુ ટકસાલી અકાલીઓનો પણ સંગરૂર સુધી જ આધાર માનવામાં આવી રહ્યો છે.ભલે જ ભાજપ રાષ્ટ્રીય પાર્ટી છએ પરંતુ તેનો પણ ફકત શહેરોમાં જ આધાર છે.ગામડાઓમાં ભાજપ નબળી માનવામાં આવે છે આજ કારણ છે કે અકાલી દળની સાથે ગઠબંધનના સમયે ભાજપે મોટાભાગે શહેરની બેઠકો પર જ ચુંટણી લડી હતી. આવામાં આ ગઠબંધન માટે નીચલા સ્તર સુધી મતદારો સુધી પહોંચવુ સરળ રહેશે નહીં
રાજનીતિક જોણકાર પંજોબી યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના પ્રો.જસવિંદર સિંહ બરાડના જણાવ્યા અનુસાર કેપ્ટનના કોંગ્રેસના મુખ્યમંત્રી તરીકે ગત સાડા ચાર વર્ષના કામકાજથી પંજોબના લોકો ખુશ નથી કેપ્ટને લોકોની આકાક્ષાઓ અને તેમને આપવામાં આવેલા વચનો પુરા કર્યા નથી ઉપરથી કેપ્ટનનું તે ભાજપની સાથે ગઠબંધન કરવું જે પાર્ટીએ કિસાનોને ખેતી કાનુનોના મુદ્દા પર વર્ષ સુધી દિલ્હી બોર્ડર પર બેસવા માટે મજબુત કર્યા આ દરમિયાન અનેક કિસાનોના મોત થયા છે.ભલે જ ચુંટણી પહેલા મોદી સરકારે ખેતી
કાનુન પાછો લઇ મતદારોને પોતાના હકમાં કરવાનો પ્રયાસ કર્યો પરંતુ આમ છતાં આ ગઠબંધનને લોકોની વચ્ચે લોકપ્રિય કરવા ભારે પડકાર સમાન બની રહેશે
પ્રો.બરાડનું કહેવું છે કે જો કેપ્ટન ચુંટણી પહેલા પંજોબ કે કિસાનો માટે કેન્દ્ર સરકારથી કોઇ મોટી જોહેરાત કરાવી દે તો તેનો લાભ ચુંટણીમાં ગઠબંધનને મળી શકે છે.તેમાં એમએસપીની કાનુની ગેરંટી અપાવવી કે વાધા બોર્ડર ખોલવી મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે કારણ કે વાધા બોર્ડર ખોલવાથી પંજોબના કિસાનોને પોતાના શાકભાજી અને ફળો વગેરે વેચવા માટે લાહૌર જેવી એક મોટી મંડી મળી શકે છે.
જોણીતા રાજનીતિક પ્રો.ટિવાણાનું કહેવું છે કે કેપ્ટનને હજુ સુધી કોઇ વરિષ્ઠ નેતાનો સાથ મળ્યો નથી.આ સાથે કહ્યું કે તમામ પાસાઓને જોતા લાગે છે કે ગઠબંધન ભલે જ કેટલીક બેઠકો પર કોંગ્રેસને નુકસાન પહોંચાડી શકે પરંતુ તેની ખુદની જીતનો માર્ગ મુશ્કેલ હશે તેમાં ખેતી કાનુનનો મુદ્દો અને કેપ્ટનનો મુખ્યમંત્રીનો કાર્યકાળ મુખ્ય કારણ રહેશે