ભોજપુરી અભિનેતાથી નેતા બનેલ ભાજપના નવાચુંટાયેલા સાંસદ દિનેશ લાલ યાદલ ઉર્ફે નિરહુઆએ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પર નિશાન સાધ્યું હતું તેમણે અખિલેશની સરખામણી મુગલોથી કરી હતી.નિરહુઆ તાજેતરમાં ઉત્તરપ્રદેશની આઝમગઢ લોકસભા બેઠકથી ભાજપના નવા સાંસદ બન્યા છે નિરહુઆએ આરોપ લગાવ્યો છે કે પોતાની ખુરસી બચાવવા માટે સપા પ્રમુખ મુગલોની નીતિ અપનાવી રહ્યાં છે નિરહુઆએ અખિલેશ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે સપા પ્રમુખ મુગલોની નીતિઓથી પ્રભાવિત છે.તેમણે કહ્યું કે જે રીતે મુગલોએ પોતાની ગાદી બચાવવા માટે પોતાના ભાઇઓ અને સંબંધીઓનું દમન કર્યું તે કામ અખિલેશ યાદવ પણ કરી રહ્યાં છે પોતાના પિતા મુલાયમસિંહ,કાકા શિવપાલની સાથે તેમણે જે કર્યું તે બધાની સામે છે. નિરહુઆએ કહ્યું કે સપાને હવે તે ગલતફેમી દુર કરી લેવી જોઇએ કે યાદવ અને મુસલમાન મતદારો તેમની સાથે છે. તેમણે કહ્યું કે દરેક ચુંટણીમાં એ સાબિત થયું છે કે સપા હવે આ બંન્ને વર્ગોના વિશ્વાસ ગુમાવતી રહી છે પછી ભલે ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભા ચુંટણી હોય કે ૨૦૧૭ અને ૨૦૨૨ની વિધાનસભા ચુંટણી હોય.
નિરહુઆએ દાવો કર્યો કે યાદવ અને મુસ્લિમ મતદારો હવે એ વિચારીને મત આપવા લાગ્યા છે કે વાસ્તવમાં કોણ તેમનું ભલુ કરી શકે છે અને કોણ તેમનો અત્યાર સુધી પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરતા હતાં સપા અત્યાર સુધી યાદવ અને મુસલમાન મતદારોના સમીકરણથી જ ચુંટણી જીતતી આવતી હતી હવે આ સમીકરણ બદલાઇ ગયા છે સમાજવાદી પાર્ટી હવે સમાપ્તવાદી પાર્ટી બની ગઇ છે.
નિરહુઆએ કહ્યું કે અખિલેશ યાદવ ખુબ નાના દિલના વ્યક્તિ છે તે પોતાના સિવાય કોઇને આગળ વધવા દેવા ઇચ્છતા નથી તેમને કોઇ પણ કીંમત પર ખુરશી જાઇએ તે ઇચ્છે તો પોતાના કાકા શિવપાલ સિંહ યાદવને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બનાવી ખુદ આઝમગઢથી સાંસદ રહી શકતા હતાં પરંતુ કયાંક કાકા આગળ નિકળી ન જાય એટલે આમ કર્યું નહીં તેમણે એ પણ કહ્યું કે અખિલેશ યાદવને આઝમગઢ લોકસભાની પેટાચુંટણીમાં સપાની નિશ્ચિત હારનો અંદાજા હતો આથી તેમણે પોતાની પત્ની ડિંપલ યાદવને મેદાનમાં ઉતારવાની જગ્યાએ ધમેન્દ્ર યાદવને પેટાચુંટણીમાં ઉતાર્યા જેથી ધર્મેન્દ્રનું નુકસાન કરી શકાય કારણ કે અખિલેશને ખબર છે કે ધમેન્દ્ર તેમનાથી સારા નેતા છે.
એ યાદ રહે કે નિરહુઆએ ગત ૨૬ જુને આઝમગઢ લોકસભાની પેટાચુંટણીમાં સપા ઉમેદવાર ધર્મેન્દ્ર યાદવને સાડા આઠ હજારથી વધુ મતોથી પરાજય આપ્યો હતો.આ બેઠક સપા અધ્યક્ષ અખિલેશ યાદવના વિધાનસભા માટે ચુંટાઇ આવ્યા બાદ લોકસભાથી રાજીનામુ આપી દેવાને કારણે ખાલી પડી હતી.