ઉત્તરપ્રદેશના વારાણીસના મિર્ઝામુરાદ વિસ્તારના છટેરી ગામમાં એક ઢાબા પાસે રવિવારે યમરાજ બની ટ્રક રોડ ત્રાટક્યો હતો જેમાં રોડ પરથી પસાર થઇ રહેલા સાયકલ સવારોને અડફેટે લેતા સાયકલ સવારો કરૂણ મોત નિપજ્યા હતા જેમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. મળતી માહિતી અનુસાર મિર્ઝામુરાદ વિસ્તારના છટેરી ગામમાં પાસેથી બેફામ ગતિએ આવી રહેલા ટ્રકે માર્ગ પરથી પસાર થઇ રહેલા સાયકલ ચાલકોને કચડી માર્યા હતા જેમાં સાયકલ પર સવાર બંને ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યો હતો ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા જો કે ટ્રકચાલક નાસી ગયો હતો આ ઘટનાથી રોષે ભરાયેલા ગ્રામજનોએ કછવા રોડ-કપસેટી રોડ પર આવેલા છટેરી ગામની સામે વિરોધ શરૂ કર્યો હતો.
ઘટનાની જોણ સ્થાનિક પોલીસને થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ઉશ્કેરાયેલા ગ્રામજનોને શાંત પાડી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.મૃતકમાં ૧૮ વર્ષીય નવ યુવાન ઈરફાન અને તેમની સાથે સવાર અબ્દુલ મજીદનો સમાવેશ થાય છે જે છટેરી ગામનો રહેવાસી છે એક જ સાઈકલ પર રવિવારે સવારે સાડી સેન્ટર જઈ રહ્યા હતા. તે દરમિયાન આ અકસ્માત નડ્યો હતો.
અકસ્માતના સમાચાર મળતા જ મૃતકના ઘરમાં અફરા-તફરી મચી ગઈ હતી. આ ઘટનાને પગલે રોષે ભરાયેલા ગ્રામજનોએ કછવા રોડ-કપસેટી રોડ બ્લોક કરી દીધો હતો. ઘટનાસ્થળે પહોંચેલી મિરઝામુરાદ પોલીસે તેમને સમજોવ્યા બાદ ટ્રાફિકજોમ હટાવ્યો હતો. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ઝડપભેર દોડતા વાહનોના કારણે દરરોજ અકસ્માતો સર્જાય છે. તેના પગલે સ્થળે પર બ્રેકર બનાવવામાં આવે.