બે વખતની ઓલિમ્પિકક મેડલ વિજેતા પીવી સિંધુ ૧૭ ડિસેમ્બરથી સ્પેનમાં યોજોનારી વર્લ્‌ડ ચેમ્પિકયનશિપ દરમિયાન બીડબ્લ્યુએફ એથ્લીટ આયોગની ચૂંટણી લડશે. વર્તમાન વર્લ્‌ડ ચેમ્પિકયન સિંધુ હાલમાં બાલીમાં ઈન્ડોનેશિયા ઓપન સુપર ૧૦૦૦ મી ટૂર્નામેન્ટ રમી રહી છે. તે છ પોઝીશન માટે નોમિનેટ થયેલા નવ ખેલાડીઓમાંથી એક છે. એથ્લેટ્‌સ કમિશનની ચૂંટણી (૨૦૨૧ થી ૨૦૨૫) સ્પેનમાં ૧૭ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ ટોટલ એનર્જીસ બીડબ્લ્યુએફ વર્લ્‌ડ ચેમ્પિકયનશિપ દરમિયાન યોજોશે.
વર્તમાન ખેલાડીઓમાંથી માત્ર પીવી સિંધુ જ ફરીથી ચૂંટણી માટે ઉભી રહેશે. તેઓ અગાઉ ૨૦૧૭ માં પણ ચૂંટાયા હતા. તે માટે છ મહિલા પ્રતિનિધિઓમાંની એક છે. સિંધુની સાથે ટોક્યો ઓલિમ્પિકકમાં ગોલ્ડ મેડલ વિજેતા ઈન્ડોનેશિયાની મહિલા ડબલ્સ ખેલાડી ગ્રેસિયા પોલી પણ હશે. સિંધુને મે મહિનામાં આઇઓસીના ‘બિલીવ ઇન સ્પોર્ટ્‌ર્સ અભિયાન માટે એથ્લેટ્‌સ કમિશનમાં પણ પસંદગી કરવામાં આવી હતી.
પીવી સિંધુએ સતત બે ઓલિમ્પિકકમાં મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. રિયો ઓલિમ્પિકક ૨૦૧૬ સિલ્વર મેડલ વિજેતા સિંધુએ ટોક્યો ઓલિમ્પિકક ૨૦૨૦માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ઓલિમ્પિકકમાં બે મેડલ જીતનારી સિંધુ એકમાત્ર ભારતીય મહિલા ખેલાડી છે. તાજેતરમાં જ આ ખેલાડીને ભારતના ત્રીજો સર્વોચ્ચ સન્માન પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે. ૫ જુલાઈ ૧૯૯૫ના રોજ જન્મેલી સિંધુએ ૨૦૧૯માં વર્લ્‌ડ ચેમ્પિકયનશિપ જીતી હતી. આ સિદ્ધિ હાંસલ કરનાર તે દેશની પ્રથમ શટલર પણ હતી. સિંધુને ખેલ રત્ન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી છે.