દોલુભાએ ભીમાની વાડીની ઝાંપલીએ ઘોડી ઉભી રાખી અને જયાં સામે નજર કરી તો તેજુ નજર સામે ઉભી હતી!
દોલુભાનું હદય ધબકારો ચૂકી ગયું. એ ઠેકડો મારી ઘોડી ઉપરથી નીચે ઉતર્યા. આજ કાંઈ ભીમાની બીક નહોતી. ખાલી ભીમાની જ નહી, કોઈની પણ બીક નહોતી. રણમલ ભણવા શહેર જવા નીકળી ગયો હતો.
કટલુ ખોલી દોલુભા ધીમે ધીમે ઘોડીની સરક હાથમાં ઝાલી અંદર પ્રવેશ્યા. તેજુ એક નજરે તેને તાકી રહી હતી. દોલુભાનું ધ્યાન પણ તેજુ ઉપરથી હટતુ નહોતું. ચાર નજર એકીટશે એકબીજાને તાકી રહી હતી. જાણે ચાર આંખો એકબીજાની ઉપર ચોંટી ગઈ હતી. દોલુભા સાવ અંદર, ઓરડીની પડખે અને તેજુની સામે આવી ઉભા રહ્યા ત્યારે તેજુએ મંદમંદ મલપતા ધીમે અવાજે કહ્યુંઃ ‘‘આવો,આવો સરકાર! અમારુ આંગણુ પાવન કર્યુ. ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય..’’
‘‘ભાગ્ય તો અમારા ઉઘડી ગયા છે તેજુવહુ! ’’ દોલુભા આસપાસ જાતા ધીમે’કથી બોલ્યાઃ ‘જયારથી તમે અમારા જીવનમાં પૂનમનો ચાંદ બની આવ્યો છો! હવે તો બસ અંધારિયા જીવનમાં અજવાળા અજવાળા જ છે….અને એ માટે અમે અમારી પાંપણના પાથરણાં પાથરી દઈએ ઈય ઓછુ પડે એમ છે તેજલ રાણી!’’
‘‘બસ…બસ…બસ….તેજુને તેજલરાણી સુધી પહોંચવું નથી સરકાર! તેજુને એટલુ બધુ ઉંચે ઉડવુ પણ નથી. તેજુને ખબર છે કે તેજુ ઉંચે ઉડવા જશે તો એની પાંખો કાપી લેવામાં આવશે અને પાંખ વગરનું પંખી ઉડી ઉડીને કેટલું ઉડી શકે? અમે તો તમારા ગોલા કહેવાઈએ
સરકાર! અમારે પાંપણના પાથરણાની ખપત નથી. બસ એક તમારા હૈયાની માલિપા ભરાતા દરબારમાં તૂટલીફૂટલી એકાદી ઢોંચકી મળે તોય ઘણુ! અમારે તો નથી જાતા સોનાના સિંહાસન કે નથી જાતી સાગ સિસમની ખુરશી સમજયા! તેજુ દોલુભા સામે તાકી રહી પછી સ્હેજ હસી પડતા કહેઃ ‘પણ તમારા હૈયાના દરબારમાં મને એટલી બધી આઘી આઘી નો તગડી મૂકતા કે તમારે મને જાવા માટે આંખ્યે છાજલી કરવી પડે…..’’

‘‘અરે ગાંડી…..મારી વહાલી…એ શું બોલી? ’’ દોલુભા પાણી પાણી થઈ જતા બોલ્યાઃ “તમારુ સ્થાન અમારા કાળજે કોતરેલુ છે. હું આમ પણ નહી ને તેમ પણ નહી, હવેથી કયારેય મારાથી આઘી નહી જવા દઉ, તારો હાથ….’ એમ બોલતા દોલુભા નજીક આવ્યા અને તેજુનો હાથ પકડવા મથ્યા. પણ તેજુ આઘી હટી ગઈઃ ‘‘બસ,સરકાર બસ! એમાં મને કાંઈ કહેવાની જરૂર નથી. મને ખબર જ છે કે તમે એવું કહેવા માગો છો કે મારો ધબકારો તારુ નામ લઈને ધબકે છે..સાચુ ને?’’
‘‘વાહ..વાહ….વાહ..બાકી બુÂધ્ધ તો તારી જ હો. ખાલી ઈશારામાં બધુ સમજી જા છો.’’
‘‘પણ તમે નથી સમજતા ને?’’ તેજુએ વાતને મૂળ મુદ્દા ઉપર ચડાવતા કહ્યુંઃ તમને યાદ છે? પહેલીવાર જયારે તમે મને માંગી ત્યારે જ મેં કીધુ‘તુ કે, “તેજુ એમ સાવ રસ્તે રખડતી ગાવડી નથી. એ સ્વર્ગલોકથી ઉતરેલી કામધેનુ છે. તમે માગશો તો આપશે પણ પ્રેમથી! બળજબરી મને મુદલ ગમતી નથી.’’
‘અરે પણ બળજબરાઈ હું કયાં કરુ છુ? મેં પ્રેમથી જ તને માગી હતી ને? ’’
‘‘હા, પ્રેમથી માગી હતી અને પ્રેમથી આવવા હું તૈયારેય થઈ ગઈ હતી, પણ મારી શરતો છે એ મંજુર છે? તમને યાદ હોય તો સાત શરત રાખી હતી અને છેલ્લે જયારે તમે મને તણખૂણિયે મળ્યા‘તા ત્યારે પણ મેં તમને મારી જીવાઈનું કહ્યું હતું. તમારુ ઘર માંડીને મારે તો
અંગારા ઉપર ચાલવાનું છે. પણ મને ખબર પડી છે કે, તમે મને હૈયાથી વેગળી કરવા જ માંગતા નથી? આભથી ધરતી જેટલા પન્નામાં મને પ્રીત કરો છો, એટલે બે ડગલા હું આગળ હાલી પણ તમે તો એક ડગલુય આગળ આવ્યા નહી. સમજાય છે મારી વાત?’’
તેજુએ અણિયાળી નજર દોલુભા સામે માંડતા કહ્યુ; “સૂરજ છાબડે ઢાંકયો રહેવાનો નથી. સૌ કોઈ આંગળી ચિંધશે અને મારો ધણી “જેટલું બોલવું હોય એટલું બોલી નાખ…પછી તને એક વસ્તુ બતાવુ…’’ખડખડ હસી પડતા દોલુભા મૂછનો આંકડો ચડાવીને બોલ્યા,“વચનમાં વિવેક છે. વચન શૂરવીરનું ઘરેણુ છે. વચન લડવૈયાનું હથિયાર છે. તો એ વિવેક, ઘરેણુ અને હથિયાર વગર ખાલી હાથે તારી સામે આવવું મને મંજૂર નહોતુ. એટલે જ જા, આ ખત લાવ્યો છું.’’ એમ કહીને બંડીના અંદરના ખિસ્સામાંથી ખતનું કાગળ કાઢયું. આઠ સ્ટેમ્પપેપરમાં તૈયાર થયેલું લખાણ અને બંડીના બીજા ખિસ્સામાંથી પંદર હજાર રોકડા કાઢી આપતા દોલુભા, તેજુની અડોઅડ આવ્યા. આસપાસ જાઈને પછી તેજુના ગાલે ટપલી મારી અને પછી તેજુના બન્ને હાથ જાડાજાડ કરી એ લખાણ અને લખાણની ઉપર પંદર હજાર રોકડા મૂકતા બોલ્યા “ખીજડાવાળુ ખેતરડુ આજથી તારા નામ કરુ છુ અને આ પંદર હજાર રોકડા. જે મે તારા પરસેવાની કમાણીના ખૂંચવી લીધા તા! સાંભળ,એકલી તારી જ કમાણીના! ભીમલાના પરસેવાના હોત તો સોદોય પચાસ હજારમાં પડત પણ કામદારે મને ના પાડી‘તી અને હું કામદારની વાત માની ગયો’તો પણ આજથી મારુ ખેતરડુ તારા નામ ઉપર પણ તારો મલક પણ..મારા નામ ઉપર કરી દેવાનો છે હોં પાછી…….’’બોલતા બોલતા તેમની નજર તેજુના ઉરબંધના ઉભાર ઉપર અટકી ત્યાંથી લસરતી લસરતી છેક નીચે સુધી પહોચી ગઈ, વળી પાછી ઉપર ચડી અને પછી પીળા દાંત દેખાડતા હસ્યા ‘‘તારો મલક એટલે? સમજી?…તારા તનનો મલક…..’’
-મનમાં તો એ ક્ષણે જ તેજુને થયું કે બે થપાટ ઝીંકી દઉ, આ પંદર હજારનો ઘા કરી દઉ અને લખાણના ખતને ફાડીને કૂચ્ચે કૂચ્ચા કરી નાખુ. પણ મજબૂરી હતી. એમ કરવાથી કદાચ-
તો પછી રુમઝુમ કરતા રાણી મારા ઓરડે કયારે પધારશો? ફરતો ફરતો દોલુભાનો હાથ, તેજુની પીઠ ઉપર પહોંચી ગયો. તેજુએ હળવે’કથી એમના બન્ને હાથ આઘા ઠેલ્યા. હળવે’કથી બોલી ‘‘ચારપાંચ દાડિયા સામે છેડે કપાસ વીણવા આવ્યા છે. વાડ સાંભળે, વાડનો કાંટો સાંભળે…. ધરપત રાખો. દીવાળી પછી તમે જ મારા ઘરે પધારજા. હું તો તમારા ઓરડે નહી આવી શકું. પણ મારા ઓરડે તમારે આવવાનું છે.’’
‘‘પણ ભીમો?’’
‘‘એ નહી હોય ત્યારે ત્યારે હું બોલાવતી રહીશ.’’
-દોલુભા પાણી પાણી થઈ ગયો ઃ સાચ્ચે?’’
તો હું શુ ખોટુ બોલતી હોઈશ? ’’હસી પડતી તેજુએ દોલુભાના પેટમાં આંગળી ખૂંચાડી ‘‘હવે તો આજથી જ આ તનમન તમારે નામ મેં ગિરવે મૂકી દીધુ…..”
‘‘તેજુ…’’ કરતા દોલુભાએ પાણી પાણી થઈ જતા પોતાની પાસે ખેંચી પણ એ પહેલા તેજુ ભાગી અને ઓરડીમાં જતી રહી. પણ હવે દોલુભા રહી ન શકયા. એ પણ વાજાવાજ ઓરડીમાં આવી પહોંચ્યા. તેજુ, પેલુ ખત અને પંદર હજારની નોટનુ બંડલ ભીંતમાં ઝડેલા લાકડાના કબાટમાં મૂકવા જતી હતી કે, ત્યાં જ દોલુભાએ પાછળથી આવીને તેજુને ઉંચકી લીધી.
‘‘ઓ બાપ રે….આટલુ બધુ બળ?’’તેજુએ હોઠ ઉપર હાથ મૂકી દેતા કહ્યું. જવાબમાં દોલુભાએ તેને બથમાં બથાવતા કહ્યું‘‘ચોખ્ખા ઘી દૂધ ખાધા છે એટલે આ ઉમરેય હાડકામાં હામ છે. તારે બીજી કોઈ ખાતરી જાવે છે ને?’’
-બરાબર ત્યાં જ,કોઈએ ઝાપલી ખોલી હોય એવો અવાજ આવ્યો કે તેજુએ આંચકો મારીને દોલુભાના હાથ છોડાવતા બી જતા બોલી ‘‘જુઓ તો કોઈક આવ્યુ…’’
અને હડી કાઢીને ઓરડીની બહાર નીકળી ગઈ.“તમેય બહાર આવતા રહો…..’’ એણે દોલુભાને પણ ઓરડીમાંથી બહાર કાઢયા. સારુ થયુ કે કોઈએ બન્નેને અંદરથી બહાર નીકળતા જાયા નહોતા. શ્વાસની ધમણ ચડી ગઈ હતી બન્નેને પણ કોણ આવ્યુ છે એ જાવા ઓરડીથી બહાર નીકળીને તેજુએ જાયુ તો ચમન આવતો દેખાયો.
‘‘કોણ છે?’’ઓરડીની આડે ઉભા રહેલા દોલુભાએ પૂછયં ુ‘‘ચમનો…..’’ સાવ ઝીણા અવાજે તેજુ બોલી “ગામનો ઉતાર અને ખણખોદિયો એક આને શાંતિ નથી થતી એને શું ખાવું છે મારી વાડીએ એ જ સમજાતું નથી.’’ કરતા તેજુએ લાજ આડી કરી લીધી. બરાબર ત્યાં જ ચમન આવી પહોંચ્યો. ઘોડીને તો એ બહારથી જ જાઈ ગયેલો. એનુ અનુમાન સો ટકા સાચું હતું એટલે એ ચોરી છૂપીથી જ આવવા માંગતો હતો પણ કોણ જાણે કેમ તેના આગમનની ખબર તેજુભાભીને પડી ગઈ હશે તે બહાર ઉભા હતા. છતા પણ એ સાવ અજાણ બનીને આવી ઉભો ‘‘કેમ છો ભાભી? મારો ભાઈબંધ નથી? તમે સાવ એકલા?’’
‘‘ચમન ભૈ! તમારા ભાઈ નથી બહારગામ ગયા છે શું કામ હતુ?’’
‘‘કામ તો કાંઈ નહોતુ બસ,આ તો આ બાજુ નીકળ્યો તો-’’અને પછી અચાનક સામે ઉભેલા દોલુભાને જાઈને કહે “લે? દોલુભા તમે? અહીંયા? શુ વાત છે? સૂરજદાદા આથમણા ઉગ્યા કે શું?’’
‘‘સૂરજદાદા તો જે દિશામાં ઉગે છે ત્યાં જ ઉગ્યા છે. પણ તું આંધળો લાગ છો તે કાંઈ દેખાતુ નથી લાગતુ અને બીજુ એ કે એલા હું ભીમાની વાડીએ આવુ જાઉ એમા તને શું પેટમાં બળે છે? તારા ઘરે તો નથી આવ્યો ને? હાળા ખણખોદિયા,ગામમાં આવા ચૌદશિયાવ કેટલાક છે?’’
“દોલુભા આઆઆ….” ચમને રાડ પાડી ‘‘મેળમાં રહેજા હો નહિંતર સારાવાટ નહી રહે……સમજયા?’’
‘‘એલા,માંકડને મોઢુ આવ્યુ?’’ દોલુભા તેની તરફ ધસ્યા મારી બિલ્લી મૂજે મ્યાઉ? એલા,ભૂલી ગયો કે હજી કાલ સવારે ખાવાના ફાંફા હતા? ભૂલી ગયો? કો’કે સાચું કહ્યું છે કે ગોલાને ગણ જ ન હોય.’’
‘‘દોલુભા…મર્યાદામાં રહેજા હો….નહીંતર મારી જાવો ભૂંડો કોઈ
આભાર – નિહારીકા રવિયા નથી.’’ ચમને રાડ પાડી કે, કપાસ વીણતા વીણતા છેક આ તરફના શેઢે આવી પહોંચેલ દાડિયા ત્યાં દોડી આવ્યા. એ જાઈ ચમન મોજમાં આવી ગયો એ બરાડયો ‘‘દોલુભા, મેં તમને કાંઈ કાળા ધોળા નથી કીધા કે નથી નકટા! તને મે કેટલીવાર કીધુ કે હું મારા ખેતરડામાંથી સોંસરો પડયો. મૂળ તો મારે ભીમાનું કામ હતું. બે દિ’ પહેલા એણે કપાસ વેચ્યો, તે મારે વાલચંદશેઠનો ભાવ જાણવો હતો. પણ ભીમો તો છે નહી આ તેજુવહુ હતા. ભલે ભીમો ન હોય, પણ વહુવારુ સાથે વાત તો કરી શકુ ને?
“અમારે મન વહુવારૂ એટલે દીકરીયુ જેવી અમારા મનમાં પાપ નથી સમજયા? ખોટ તો તારા વિચારમાં ને મગજમાં છે, તે આવી સાવ સાંધામેળ વગરની વાતુ કર્યા રાખે છે!! મારે તને હવે શું કહેવું, ખબર નથી પડતી…’’ અને પછી લાજ કાઢીને ઉભેલી સ્ત્રીઓને ઉદે્‌શીને કહ્યુઃ ‘‘જેના મનમાં ગંદકી હોય એને બધુ ગોબરુ જ લાગે,ચમના! હવે પહેલા, તું તારા મગજને સમુ કરાવ બાકી, તેજુવહુ તો મારે દીકરી સમાન છે. સમજયો? અને પછી સામે ઉભેલી સ્ત્રીઓને ઉદેશીને બોલ્યો ‘‘આ હાળાને કોઈ ઘરમાં ન ઘરવા દેતા. આ નકટો તમારુ ઘર ભાંગશે…સમજયા મારી દીકરીયું….’’
અને બધી સ્ત્રીઓ ચમન ભૈ…….ચમન ભૈ……આ સારુ નથી લાગતું….’’
કંઈ કેટલાયે વહરા વેણ કહેતી કપાસ વીણવા ઉથલો વળવા ઉપડી અને ચમન ભૂંડે મોઢે વાડીની બહાર નીકળી ગયો. (ક્રમશઃ)