સાબરકાંઠાઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડકલાર્ક પેપર લીક મામલે નવી માહિતી સામે આવી છે. પેપર લીક મામલાનો માનવામાં આવતો મુખ્ય આરોપી જયેશ પટેલની પોલીસે ધરપકડ કરી છે.
નોંધનીય છે કે, એફઆઇઆરમાં જયેશ પટેલનો મુખ્ય આરોપી તરીકે ઉલ્લેખ છે. જયેશ પટેલે જ ગૌણ સેવા પસંદગી મંડળમાં આ પેપર ફોડયું હોવાનું પહેલા કહેવામાં આવી રહ્યું હતું. પરીક્ષાના એક દિવસ પહેલા જ કૌભાંડીઓ પાસે પેપર પહોંચી ગયા હતા.