પાકિસ્તાનના પંજાબ પ્રાંતના અધિકારીઓએ મહિલાઓ અને બાળકો વિરુદ્ધ બળાત્કારના વધતા કેસોને ધ્યાનમાં રાખીને ઇમરજન્સી જોહેર કરવાનો નિર્ણય લીધો છે. પંજાબના ગૃહ પ્રધાન અતા તરારે જણાવ્યું હતું કે વહીવટી તંત્રને બળાત્કારના કેસો નિયંત્રિત કરવા માટે ઇમરજન્સી જોહેર કરવાની ફરજ પડી છે.
પ્રધાને જણાવ્યું હતું કે પ્રાંતમાં મહિલાઓ અને બાળકોની વિરુદ્ધ બળાત્કારના કેસોમાં નોંધાયેલી વૃદ્ધિ સમાજ અને સરકારી અધિકારીઓ માટે એક ગંભીર મુદ્દો છે. પાકિસ્તાનના એક અગ્રણી અખબારના જણાવ્યા અનુસાર પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (પીએમએલ-એન)ના મુખ્યમથકમાં પત્રકારોને સંબોધતા પ્રધાને જણાવ્યું હતું કે પંજોબમાં દરરોજ બળાત્કારના ચારથી પાંચ કેસો સામે આવી રહ્યાં છે.
જેના કારણે સરકારને વિશેષ ઉપાયો કરવાનિી ફરજ પડી છે. કાયદા પ્રધાન મલિક મોહંમદ અહેમદ ખાનની હાજરીમાં તરારે જણાવ્યું હતું કે બળાત્કાર અને કાયદો વ્યવસ્થા અંગે કેબિનેટ સમિતિી દ્વારા તમાંમ કેસોની સમીક્ષા કરવામાં આવશે અને આવી ઘટનાઓ પર નજર રાખવા માટે નાગરિક સંસ્થાઓ, મહિલા અધિકાર સંગઠનો, શિક્ષકો અને વકીલો સાથે ચર્ચા કરવામાં આવશે.
માતાપિતાને પોતાના બાળકોને સુરક્ષાના મહ¥વ સમજોવવાની અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે બાળકોને ઘરોમાં દેખરેખ વગર ઘરોમાં એકલા મૂકવા જોઇએ નહીં. તેમણે જણાવ્યું હતું કે મોટા ભાગના કેસોમાં આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને બાળકોને બળાત્કાર અંગે જોગૃત કરવા માટે શાળાઆેંમાં વિશેષ અભિયાન ચલાવવામાં આવશે.