યુપી સરકારના મંત્રી શ્રીકાંત શર્માએ વિરોધી પક્ષો અને પૂર્વ સરકારો પર પ્રહારો કર્યા હતાંં.તેમણે એક ખાનગી ટીવી ચેનલની સાથે મુલાકાતમાં કહ્યું કે ૨૦૧૪માં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશમાં ભાજપની સરકાર બની અને ૨૦૧૭માં યોગીજીના નેતૃત્વમાં પ્રદેશમાં ભાજપની સરકાર બની આ પહેલા જેટલા ધાર્મિક સ્થાન હતાં તે સ્થાનો પર જવાનું તો ખુબ દુરની વાત હતી,પૂર્વની સરકારના લોકો આ જગ્યાનું નામ પણ લેતા ન હતાં તે સરકારોને લાગતુ હતું કે તેનાથી તેમની વોટ બેંક વિખેરાઇ જશે તેમણે કહ્યું કે આપણી ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરાનો સમગ્ર વિશ્વમાં ઝંડો બુલંદ કરવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે.યુપીમાં ૨૦૧૭ પહેલા કોઇ પણ કાર્યક્રમ અયોધ્યા કાશી અને મથુરામાં થતા ન હતાં પરંતુ આજ ભવ્યતાની સાથે થાય છે.તેમણે કહ્યું કે અયોધ્યામાં અમને દીપોત્સવનો કાર્યક્રમ કરીએ છીએ મથુરાની અંદર હોળીનો મોટો કાર્યક્રમ થાય છે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવનો કાર્યક્રમ થાય છે.કાશીમાં દેવ દિવાળી થાય છે વ્રજમાં હુનર હાટનો પણ કાર્યક્રમ થાય છે જેમાં ચારે તરફથી લોકો આવે છે.
મંત્રીને સવાલ કરવામાં આવ્યો હતો કે અયોધ્યા ઝાંકી છે અને મથુરા કાશી બાકી છે.આ રીતના સુત્રો જયારે લાગે છે તો બીએસપી અને સમાજવાદી પાર્ટી તેનું મહત્વ પુછે છે તેના જવાબમાં શ્રીકાંત શર્માએ કહ્યું કે તેમની અંદર દ્રેષની ભાવના છે જયારે આ લોકો સરકારમાં રહે છે તો માફિયાઓને મહત્વ આપે છે અને પોતાના ખાનગી સ્વાર્થોની ભરપાઇ કરે છે જયારે સરકારમાંથી બહાર થાય છે તો ઝિન્નાને લઇ વચ્ચે આવી જોય છે.
તેમણે કહ્યું કે આ લોકો જયારે સત્તામાં રહે છે તો તેમના વિકાસની એબીસીડી પણ આવડતી નથી અને પ્રદેશની જનતાને રામ ભરોસે છોડી દે છે.પહેલા વિજળી ફકત કેટલીક જગ્યાઓ પર જ આપવામાં આવતી હતી પરંતુ આજે સમાન રીતે દરેક જગ્યાએ વિજળી આપવામાં આવે છે.અમારૂ કામ છે સબકા સાથ,સબકા વિકાસ,સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ