પંજાબ વિધાનસભા ચુંટણી માથા પર છે અને તમામ રાજકીય પક્ષો ચુંટણી મેદાનમાં ઉતરવાની તૈયારીમાં લાગી ગયા છે તો બીજી તરફ ટિકિટને લઇ રાજનીતિક પરિવારોની અંદર પણ જંગ શરૂ થઇ ગયો છે.પરિવારોમાં મતભેદ વધવા લાગ્યા છે. સ્થિતિ એ ઉભી થઇ છે કે પિતા પુત્ર વચ્ચે પણ ચુંટણીને લઇને મતભેદ ઉભા થઇ ગયા છે.

મળતી માહિતી અનુસાર કાદિયા વિધાનસભા બેઠકથી વર્તમાનમાં ફતેહગંજ સિંહ બાજવા ધારાસભ્ય છે આ બેઠક પર હવે તેમના ભાઇ રાજયસભાના સભ્ય અને પંજાબના પૂર્વ મંત્રી પ્રતાપ સિંહ બાજવા મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યાં છે.પ્રતાપ બાજવાએ પોતાની રેલીઓ કરવાનું પણ શરૂ કરી દીધુ છે.પ્રતાપ બાજવાનો દાવો છે કે તેમને હાઇકમાન્ડે લીલી ઝંડી આપી દીધી છે.કાદિયાંમાં પ્રતાપ અને ફતેહગંજની આ જંગ નવી નથી. ૨૦૧૨ સુધી અહીંથી પ્રતાપ બાજવા જ ચુંટણી લડતા રહ્યાં છે તેમની પત્ની ચરણજીત કૌર બાજવા ૨૦૧૨માં અહીથી ધારાસભ્ય રહ્યાં છે જા કે ત્યારબાદ ૨૦૧૭માં કોંગ્રેસે પ્રતાપ બાજવાના ભાઇ ફતેહગંજને આ બેઠક આપી દીધી હતી તે ચુંટણી પણ જીતી ગયા હતાં.પ્રતાપે હવે ફરીથી આ બેઠક પર ચુંટણી લડવાની જાહેરાત કરતા બંન્ને ભાઇઓ વચ્ચે મતભેદ ઉભા થયા છે.

જયારે બટાલામાં વિધાનસભા બેઠકને લઇ બે ભાઇઓ અશ્વની સેખડી અને ઇદ્ર સેખડીમાં જબરજસ્ત તનાવ ચાલી રહ્યો છે અશ્વની પૂર્વ ધારાસભ્ય છે.તેમને ટિકિટ આપવાને લઇ ધરની અંદર જ ભારે વિરોધ શરૂ થયો છે.ગત વિધાનસભા ચુંટણીમાં અશ્વની સેખડીભાઇ ઇદ્ર સેખડીએ ભારે વિરોધ વ્યકત કર્યો હતો અને ૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં ઇદ્ર સેખડીને અકાલી દળે પોતાની સાથે મિલાવી લીધા હતાં બટાલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા હજુ પણ ઇદ્ર સેખડીનું સમર્થન કરી રહ્યાં છે બટાલામાં અશ્વની અને ઇદ્ર સેખડીની વચ્ચે જંગ શિખર પર પહોંચ્યો છે.બંન્ને એક બીજાની સામે ચુંટણી લડી લેવાના મુડમાં છે.

સુકખા લાલી અને કંવલજીત લાલી આદમપુરના છે કોઇથી છુપાયેલું નથી કે કેપ્ટનની કંવલજીત સિંહ લાલીની સાથે બનતી નથી આથી કેપ્ટને સુકખા લાલીને હીરો બનાવી રાખ્યો.કમલજીત સિંહ લાલી પૂર્વ ધારાસભ્ય છે જયારે સુકખા લાલી જીલ્લા કોંગ્રેસ કમિટી દેહાતીના પૂર્વ પ્રધાન છે.બંન્ને જ કોંગ્રેસની ટિકિટના પ્રબળ દાવેદાર છે.હાલમાં આ બંન્ને લાલી બ્રધર્સ વચ્ચે ટિકિટને લઇને ખેંચતાણ ચાલી રહી છે.

આવી જ રીતે ગુરચેત ભુલ્લર અને તેમના પુત્ર સુખપાલ સિંહ ભુલ્લરની વચ્ચે પણ જંગની જવાબદાર સત્તા જ છે.ગુરચેત ભુલ્લર પૂર્વ મંત્રી છે અને તેમની ટિકિટ ગત વખતે કાટી તેમના પુત્ર સુખપાલ ભુલ્લરને આપવામાં આવી હતી ત્યારે પણ ટિકિટ માટે જંગ ખેલાયો હતો અને હવે ફરીથી ટિકિટને લઇને પિતા પુત્રમાં તનાવ ઉભો થયો છે.ટિકિટને લઇને સંબંધોમાં પડી રહેલી તિરાડને લઇને પાર્ટી હાઇકમાન્ડ પર પરેશાન છે.