પંજાબ ભાજપે રાજયમાં ચુંટણી માટે પ્રચાર શરૂ કરી દીધો છે.લુધિયાણામાં પાર્ટીની એક રેલી પણ યોજાઇ છે.ત્યારે પ્રદેશ અધ્યક્ષ અશ્વીની શર્માએ કહ્યું છે કે પાર્ટી રાજયની તમામ ૧૧૭ વિધાનસભા બેઠકો પર ચુંટણી લડશે.એ યાદ રહે કે કોંગ્રેસથી અલગ થઇ નવી પક્ષ પંજાર લોક કોંગ્રેસ પાર્ટી બનાવી ચુકેલ કેપ્ટન અમરિંદર સિંહનો દાવો છે કે તેમનું ભાજપ સાથે ગઠબંધન થશે,પરંતુ અશ્વીની શર્માએ રેલીમાં સ્પષ્ટ કરી દીધુ કે ભાજપ તમામ બેઠકો પર ચુંટણી લડશે
શર્માએ કહ્યું કે પહેલા પણ ભાજપનું પંજાબમાં કોઇ રાજનીતિક ગઠબંધન ન હતું. અકાલી દળથી પંજાબની એકતાનું ગઠબંધન હતું હવે પંજાબ વિકલ્પની શોધમાં છે.પંજાબની સત્તામાં અકાલી દળ અને કોંગ્રેસની અદલા બદલી થઇ પરંતુ કોઇએ પણ રાજયના મુદ્દાની વાત કરી નહીં પંજાબના લોકો હવે રાજયમાં ભાજપનું રાજ ઇચ્છે છે.
ભાજપ અÎયક્ષે કહ્યું કે હવે રાજયમાં ક્રાંતિનો સમય છે લુધિયાણાથી આ પરિવર્તનની શરૂઆત થઇ ચુકી છે.ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે કોરોનાકાળ દરમિયાન સારૂ કામ કર્યું પંજાબમાં કિસાન આંદોલન છતાં ભાજપે જનસેવા કરી.કિસાન આંદોલન દરમિયાન આત્મસંયમ અને ધૈર્યનો પરિચય આપ્યો શર્માએ કહ્યું કે કેટલાક લોકો પંજાબમાં અશાંતિનું વાતાવરણ પેદા કરવા ઇચ્છતા હતાં જે ભાજપ કાર્યકર્તાઓએ થવા દીધું નહીં
ભાજપ અધ્યક્ષે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબમાં હિન્દુ શિખ એકતા માટે કાનુન પાછો લીધો તેમણે કોંગ્રેસ પર વચનો પુરા નહીં કરવાનો આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસના રાજમાં ગેરકાયદેસર ખનન વધ્યું છે. કોરોના મહામારીને કોંગ્રેસ સરકારે ભ્રષ્ટ્રાચારના રૂપમાં લીધી છે કેન્દ્ર સરકારે રાજયને અનાજ મોકલ્યું ધારાસભ્યોએ પોતાના ઘરભરી દીધા કેન્દ્ર સરકારના અનાજ પર કોંગ્રેસ નેતાઓએ પોતાના ફોટા લગાવી દીધી.
શર્માએ મુખ્યમંત્રી ચન્નીને ધોષણા મંત્રી ગણાવ્યું અને કહ્યું કે તેઓ માત્ર ધોષણા જ કરે છે કામ નહીં, જયારે આમ આદમી પાર્ટી ફકત બોલી ભાગી જાય છે આ રેલીમાં પૂર્વ આઇએએસ એસઆર લદ્‌ડને પોતાની પાર્ટી શેરે કીર્તિ કિસાન પાર્ટીનું ભાજપમાં વિલય કરી દીધું હતું.આ રેલીમાં કેન્દ્રીય મંત્રી સોમ પ્રકાશ અને ગજેન્દ્ર શેખાવત પણ હાજર રહ્યાં હતાં.