Cigarette Tobacco Stop Smoking Addiction Quit

ન્યૂઝીલેન્ડ તમાકુ ઉદ્યોગ પર વિશ્વમાં સૌથી આકરા પ્રતિબંધ લગાવવા જઈ રહ્યું છે. ન્યૂઝીલેન્ડ સરકારે યુવાનો માટે સિગારેટ ખરીદવા પર પ્રતિબંધ લગાવવાની યોજના બનાવી છે. સરકારે તર્ક આપ્યો કે ધૂમ્રપાનને ઓછા કરવાના અન્ય પ્રયાસમાં લાંબો સમય લાગી રહ્યો હતો. ૧૪ વર્ષથી ઓછી વયના કિશોરો માટે ૨૦૨૭થી ક્યારેય પણ આ ન્યૂઝીલેન્ડમાં સિગારેટ ખરીદવાની મંજૂરી મળશે નહીં.
ન્યૂઝીલેન્ડના એસોસિએટ આરોગ્ય મંત્રી આયશા વેરાલે કહ્યું કે, અમે એ સુનિશ્ચિત કરવા ઈચ્છીએ છીએ કે યુવાનો ક્યારેય ધૂમ્રપાન શરુ કરે નહીં. એટલા માટે યુવાનોના નવા સમૂહને ધૂમ્રપાન માટે તમાકુ ઉત્પાદનો વેચવા કે પુરા પાડવાની બાબતને ગુનો ગણાવીશું. જા કશુંય બદલાશે નહીં, તો પછી ધૂમ્રપાન દર ૫ ટકાથી ઓછો કરવામાં દાયકા લાગી જશે, અને આ સરકાર લોકોને પાછળ છોડવા માટે તૈયાર નથી.
સરકારી આંકડા અનુસાર, વર્તમાનમાં ન્યૂઝીલેન્ડમાં ૧૫ વર્ષથી વધુ વયના તમામ ૧૧.૬ ટકા લોકો ધૂમ્રપાન કરે છે, આ આંકડો સ્વદેશી માઓરી વયસ્કોની વચ્ચે ૨૯ ટકા છે. ૨૦૨૨ના અંત સુધીમાં આને કાયદો બનાવવાના ઉદ્દેશ્યથી સરકાર આગામી વર્ષે જૂનમાં સંસદમાં કાયદા માટે બિલ રજૂ કરશે, પરંતુ આ પહેલા સરકાર આવનારા મહિનાઓમાં માઓરી સ્વાસ્થ્ય કાર્ય દળ સાથે ચર્ચા વિચારણા કરશે. ત્યારબાદ પ્રતિબંધોને ૨૦૨૪થી ચરણબદ્ધ રીતે લાગુ કરાશે, જેની શરુઆત અધિકૃત વિક્રેતાઓની સંખ્યામાં ઝડપી ઘટાડા સાથે થશે, ત્યારબાદ ૨૦૨૫માં નિકોટીનની જરુરિયાત ઓછી કરાશે અને ૨૦૨૭થી ધૂમ્રપાન મુક્ત પેઢીનું નિર્માણ કરાશે. ન્યૂઝીલેન્ડ સરકારે કહ્યું કે વર્તમાન ઉપાયો જેમ કે સાદુ પેકિંગ અને વેચાણ પર ટેક્સથી તમાકુની માંગમાં ઘટાડો થયો છે, ૨૦૨૫ સુધી રોજ ૫ ટકાથી ઓછી વસ્તીના ધૂમ્રપાન કરવાના પોતાના લક્ષ્?યને હાંસલ કરવા માટે સખત પગલાં જરુરી છે.